Posted by: Jay Bhatt | શનિવાર, ઓક્ટોબર 10, 2009

સમય

સમય વિષે વિચાર કરું છું, પણ સમજ પડતી નથી. એને પકડી રાખવાનો પ્રયત્ન કરું છું, પણ દૂર ભાગતો જાય છે. સુંદર માણેલી પળોને અંતરમાં જકડી રાખું છું, તો પણ સમય હાથતાળી આપી ભાગી જાય છે. અનુભવેલી પ્રેમાળ ક્ષણો ફરી ક્યારે આવે તેની પ્રતિક્ષા કરું છું, ત્યારે સમય મારી પાછળ આવતો જણાય છે. અને એ સમય ક્યારે આવે તેની તલાશમાં રહું છું. કુદરતના સાન્નિધ્યમાં માણેલું સૌન્દર્ય યાદોની મસ્તીમાં અને સ્મરણોની વહેતી અવિરત ધારામાં અમર થતું જણાય છે, ત્યારે લાગે છે કે સમયને હું કેદ કરી શક્યો છું. સ્નેહ, પ્રેમ અને લાગણીને સમયનું બંધન નડતું નથી એવું લાગે છે. કદાચ સમયના વહેણમાં એ વધુને વધુ ગાઢ બનતી જાય છે ત્યારે સમય ‘નહી પકડાવાનો’ આનંદ જીવનમાં સંતોષની અનુભૂતિ કરાવી જાય છે. મારું અસ્તિત્વ ઉત્સવમય બનતું જણાય છે. સાથ, સેવા અને સહકાર કદાચ સમયની મર્યાદા વગર અનુભવી શકાય જ નહિ. હું લખું છું, પણ સમય પસાર થઇ ગયો. જે લખાયું તે સમયની શ્રદ્ધાંજલિ છે અને જે કર્મ થઈ રહ્યું છે તે પણ સમયનાં સાનિધ્યમાં જ થઇ રહ્યું છે. મારા જીવનની જે પળ મારા સંપર્કમાં આવતા મિત્રોને કે કોઈ પણ વ્યક્તિને આનંદનો અનુભવ કરાવી શકે તો મારે માટે એ પળ અમૂલ્ય બની રહેશે.

Advertisements

Responses

  1. સમય હવે તો ચોથું પરિમાણ (Fourth dimension)ગણાય છે.Time machine ની પણ વાતો થઇ રહી છે.પણ આપણે જે સમયની વાત કરીએ છીએ તે સમય આપણા ભાવ જગત સાથે જોડાયેલો છે અને તેને કોઇ પરિમાણ નથી,There is no dimesion. એટલે પકડાતો નથી,ખરુ કહું તો શા માટે પકડવો જોઇએ ?

  2. મારું અસ્તિત્વ ઉત્સવમય બનતું જણાય છે. આ તો એક મોટી ઉપલબ્ધિ જ ગણાય.

    ઉત્કંઠ હવામાં છે સંગાથ સુગંધોનો,
    હોવુંય હવે ઉત્સવ, આકંઠ શ્વસી જઇએ.
    – રાજેન્દ્ર શુકલ

    http://www.mitixa.com/2008/99.htm

  3. ghanuj sars tamro sarjanhar smay,kudartno sath tamara shuno sangth bne prabhuni seva, thy mara astitvnu bhan ane banu hu shuno sughdhit shwash ane bane e smay anandno shune mate.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: