Posted by: Jay Bhatt | રવિવાર, ઓક્ટોબર 4, 2009

‘ગોપીગીત’ – સુરેશ દલાલ

આજે મને  યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાના પુસ્તકાલયમાંથી સુરેશ દલાલ લિખિત સુંદર પુસ્તક ‘ગોપીગીત’ હાથમાં આવી ગયું.  એ વાંચતા જ વાંસળી વગાડતો કાનુડો યાદ આવી ગયો. પ્રસ્તુત છે એમાંથી મનગમતા બે અંશો:

“દિવસ ઢળે છે. સાંજ પડે છે. વનમાંથી તમે પાછા  ફરો છો ઘરે. હું તમને જોયા જ કરું છું. તમને મોહ્યા કરું છું.
તમારો ચહેરો. તમારા ઘૂંઘરિયાળા  કેશ. અને તમારો ચહેરો પણ કેવો ! ગાયોની ખરીઓમાંથી ઊડેલી ધૂળને
કારણે રજથી મલિન. તમે તો અમારા પ્રિયતમવીર. તમારું સૌન્દર્ય આવું કે એને જોઇને અમારા હૃદયમાં
તમને મળવાની સતત ઝંખના જ જગ્યા કરે. કામ પણ તમે જ ઉત્પન્ન કરો અને તમે જ ઉત્પન્ન કરો પ્રેમ.”

પૃ. ૮૨,  ગોપીગીત, ઈમેજ પબ્લીકેશન્સ,  સુરેશ દલાલ.

“હે પ્રિયતમ! તમારો દિવસનો સમય એટલે વનમાં વિહાર કરવાનો સમય. તમે વનમાં હોય એટલે દેખાવ નહીં.
દર્શન પણ અદર્શન. તમારા વિનાની પ્રત્યેક ક્ષણ એટલે કે એક યુગ. સાંજને સમયે તમે પાછા વાળો
વળો. તમારા ઘૂંઘરિયાળા  કેશ  તમારા મુખ પર છવાયેલા હોય. તમારું દર્શન અમને મોહ પમાડનાર. આ
વિધાતા, આ બ્રહ્મા એ પણ ભારી જડ છે. અમારે તમને ધારી ધારીને જોવા છે. અને આ  પાંપણો
પલક્યા કરે છે.  એની પલકને કારણે તમારા દર્શનમાં પણ અમને મુશ્કેલી પડે છે.”

પૃ. ૧૦૦, ગોપીગીત, ઈમેજ પબ્લીકેશન્સ, સુરેશ દલાલ.

વાંસળી વગાડતાં કાનુડાની છબી ને જોતાં મન માં પ્રશ્ન ઉઠ્યો કે જો આપણે ટાઈમ મશીન નો સાથ લઈ એ સમય ના મથુરા-વૃંદાવન માં પંહોચી જઈએ, તો કાનો આપણને દર્શન આપે ખરો? એ બંસરીનો નાદ કેટલો રોમાંચિત હશે? એ દ્રશ્ય કેટલું ભાવવાહી હશે?

સાથે સાથે, નરસિંહ મહેતાની અમર કૃતિમાં કલ્પેલો  ઈશ્વરીય ભાવ

અખિલ ભ્રમાંડ માં એક તું શ્રીહરિ
જુજવે રૂપ અનંત ભાસે
દેહ માં દેવ તું, તેજ માં તત્વ તું
શુન્ય માં શબ્દ થઈ વેદ ભાસે.  .

પણ પ્રત્યક્ષ છતો થતો દેખાય. કેમ બરાબર ને?

જયભિખ્ખુની ‘પ્રેમભક્તકવિ  જયદેવ’ માંથી: (પૃ: ૪૪)

‘હે ભગવાન્, પ્રેમમળ્યાં પંખીઓને હવે શી રીતે જુદાં કરું? સાથે ઊડવાંના શોખીન એ પારેવાંની પાંખો કયાં હાથે કાપું? કૃષ્ણને, કુબ્જાપતિને, રાધાપતિને ભજનારો, નિર્મળ દિવ્ય પ્રેમ ના ધારકને અન્યાય કે આપી શકે? અરે, જેના શ્વાસોશ્વાસમાં પવિત્રતા વહે છે, એને દુન્યવી નીતિ-ન્યાયોની શી પરવા? જેનો આત્મા સ્વયં સંબુદ્ધ છે, અએ ને આત્મનિરીક્ષણ ની કેવી જરૂર? જેની નસોમાં વિકારનો વેગ, વાસનાનું ઝેર ને કામ ને ગંધ નથી, એનું કાર્ય સંસાર ને ગમે તેવું લાગે, પણ તેની પ્રત્યેક અવસ્થા પવિત્ર છે. જે આ જન્મ અવિકારી છે, એને સ્ત્રીપ્રેમથી દૂર ભાગવાની કે સંયમ માટે પ્રાર્થના કરવાની જરૂર નથી સ્ત્રી પોતે – વિષય પોતે એને સ્પર્શી ને પવિત્ર બને છે. શ્રીકૃષ્ણની લીલા સમજનારે આટલી કેળવણી લેવી જ પડશે…’

થોડીક મારી વિચાર-ધારા

રાધા-કૃષ્ણ, ગોપીઓ સાથે રાસ રમતાં શ્રીકૃષ્ણ, કુબ્જાપતિ, અને રાધાપતિ – આ બધાં માં જ કોઈ અનન્ય, અલૌકીક અને હ્ર્દય ના સુમધુર ભાવો ને ઝણઝણાવતો રોમાંચીત ભક્તિભાવ દ્રશ્યમાન થાય છે.કાનાની કોઈ કોઈ વાર મને ખુબ અદેખાઈ આવે છે ત્યારે …બસ હું ભુલી જાવું છું કે આ તો  એની જ માયા છે અને એ માયામાં મને ખોવાડીને નટખટ કાનો એની લીલા બતાવી રહ્યો છે..

Advertisements

Responses

 1. ગોપીગીત એક વાર ભાગવત કથાકાર શ્રી રમેશ ભાઇ ઓઝાની કથામાં ટી.વી. ઉપર સંગીત સાથે સાંભળેલું ખુબ જ મધુર અને ભાવ-જગતમાં વહાવી દે તેવું હતું.-તમારો બ્લોગ માહિતી સભર હોય છે.

 2. ગોપી ગીત- જીવ ને પરમાત્મા વચ્ચે નું વિરહ ગીત છે …શ્રી સુરેશ દલાલજીએ ખુબ સરસ સમજુતી આપી છે …જેને સમજવા માટે આપણે ભગવતાચાર્યો ની દિવ્યામૃત વાણી સાંભળીએ તો વધારે સ્પષ્ટ રીતે સમજી શકીએ ..પુષ્ટિમાર્ગ નાં મહારાજ શ્રી યદુનાથજીની દિવ્ય વાણી પણ સંભળવા જેવી છે.. ,તેઓ તો ખાસ ” ગોપીગીત ” જ્ઞાન યજ્ઞ નિમિતે વ્યાસપીઠ પર બિરાજમાન થઇ ગોપી – શ્રીકૃષ્ણ( એટલે કે જીવ અને પરમાત્મા ) વચ્ચેના અલૌકીક સંબંધો, તેઓશ્રી ની દીવ્ય વાણી દ્વારા સમજાવે છે… શ્રી રમેશભાઈ ઓઝા , શ્રી ભુપેન્દ્રભાઈ પંડ્યા વિગેરે ભાગ્વાતાચાર્યો પણ ગોપી ગીત , વેણુ ગીત, યુગલગીત વિગેરે પર પ્રકાશ પાડી સમજાવી શકે છે…

 3. ગોપી ગીત પ્રેમની પુકાર છે; જ્યાં આંસુ સિવાય કશું જ બાકી રહેતું નથી.
  કૄષ્ણ, ગોપી અને રાસ- આ ત્રણ આસપાસ આખું વિશ્વ જોડાયેલ છે.
  કૄષ્ણ સત્ય છે, ગોપી પ્રેમ છે અને રાસ કરૂણા છે.
  To read more, you may like to visit following link of my blog.

  http://amritgirigoswami.gujaratiblogs.com/?page_id=438


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: