Posted by: Jay Bhatt | સોમવાર, સપ્ટેમ્બર 14, 2009

કુદરતના સાનિધ્યમાં પ્રેમનો આવિર્ભાવ

જંગલમાંથી પસાર  થતી કેડી કોઈ અદ્ભુત  શાંતિનો અનુભા કરાવી રહી હતી.
વૃક્ષો પરથી પડેલા પાંદડા પરથી ચાલતા થતો અવાજ એકલતાને દૂર કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.
ઊંચા પર્વત પર લઈ જતી કેડી વિવિધ વનસ્પતિઓના દર્શન કરાવતી આગળ વધ્યે જતી હતી.
લાલ, પીળા અને જાંબુડી રંગના સુંદર ફૂલો મનને નિસર્ગ પ્રત્યેના આંતરિક પ્રેમને રોમાંચિત કરવામાં સફળ બની રહ્યા હતા.

પ્રકૃતિના સાનિધ્યમાં હિલોળા લેતું મન જાણે દુનિયાની બધી જ સુંદરતાને વશ કરવા બેચેન થતું જણાયું. ખુબ વરસાદ પડે,
નદી નાળાં છલકાઈ જાય અને સાથે સાથે આભને ચુમતાં વાદળો મન મુકી ને પોતાની  સુંદરતા વિખેરે.
અસંખ્ય ધોધ નાનાં મોટાં ડુંગરાઓ માંથી માર્ગ કાઢતાં કાઢતાં, ખળ ખળ વહેતી નદીઓમાં સમાવા અને પછી
સમુદ્ર તરફ ધસમસતાં જોતાં નિહાળવાં એટલે જાણે દુનિયાભરની સુંદરતાને મનનાં અરીસામાં હમેશ માટે કંડારી
હ્ર્દય માં સ્થાપી કુદરતને પામવું. ત્યારે પર્વત પરથી દોડતાં અને ભાગતાં નાના નાના ઝરણાને જોઈને
પ્રેમની અકળ ગતિનો આભાસ થયો. પરિણયના પ્રતિક સમું એક મુલાયમ પુષ્પ અમીઝરણાને અર્પણ કર્યું ત્યારે
એ પણ કોઈકને મળવા બહાવરું બનતું જણાયું.

કેડી આગળ વધતી જતી હતી. મન પ્રકૃતિને માણતું આનંદનો સાક્ષાત્કાર કરતું અને ઈશ્વરીય ભાવોથી ઓતપ્રોત થતું
દુનિયાની આંટી ઘુંટીથી દૂર ને દૂર જઈ રહ્યું હતું. આનંદ અને પ્રેમ બંને અસીમ છે અને તેમને હૃદયનાં શુદ્ધ આંતરિક ભાવો જ
એની અનુભૂતિ કરાવી શકે છે.

Advertisements

Responses

  1. prakruti prem nu biju nam j kadach bhagavan che.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: