Posted by: Jay Bhatt | સોમવાર, જુલાઇ 13, 2009

પશ્ચિમ રેલ્વે – મારી માનીતી ‘રાણી’

નાનો હતો ત્યાર થી જ મને ટ્રેનો જોવાની તેમ જ ટ્રેનમાં બેસવાનું બહુ જ ગમતું. માટુંગા ના ફાટક પાસે મમ્મી સાથે બેસી ‘ફ્લાઈંગ રાણી’ પસાર થવાની રાહ જોતો. ધુમાડાના ગોટેગોટા જોઈ એંજીન ડ્રાઈવર બનવાનાં સ્વપ્નાંઓ જોતો. બધી જ ટ્રેનોનો આવવા-જવાનો સમય પણ મોઢે. નવું ટાઈમ ટેબલ આવતું ત્યારે હમેંશા ખરીદી લેતો. સ્ટીમ એંજીનના સંભારણા હજી પણ કઈંક લખવા પ્રેરે છે. બારી પાસે બેઠાં બેઠાં, સુંદર સાંજને નિહાળતાં નિહાળતાં,આંબાના ઘટાદાર વૃક્ષોને સરી જતાં જોઈ, સામેના પાટા પરથી કોઈ ધમધમતી ટ્રેનના સ્ટીમ એંજીનની નજરમાં મારી નજર કોઈ પણ ભોગે મિલાવવાની અને પછી વલસાડના બટાટાવડાં ખાતાં ખાંતાં એક ઈચ્છાની પરિતૃપ્તિ નો આનંદ માણતાં કે પછી જુદાં જુદાં એંજીનોનાં સૂરમાં સૂર પૂરાવી મારાં પ્રણયનો એકરાર સફળતાંપૂર્વક કરતાં કરતાં- કોઈ અવર્ણનીય લાગણીનો અનુભવ આનંદની ચરમસીમાએ પંહોચાડી દેતો. હજી પણ ઈંડિઅન રેલ્વે ફેન ક્લબ ની સાઈટ વડે હું મારી સ્ટીમ એંજીન સાથેની મૈત્રીને પ્રેમપૂર્વક નિભાવી રહ્યોં છું.
આપણા માં ઘણા અમદાવાદ, સૂરત્, મંબઈ, રાજકોટ અને ભૂજ જેવા સ્થાનોએ પશ્ચિમ રેલ્વે ની ટ્રેનો દ્વારા જતા હશે.

જુઓ:પશ્ચિમ રેલવેનું સમય પત્રક

અને તમારે જાણવું હોય કે તમારી ટ્રેન સમયસર દોડી રહી છે કે નહિ તો એની પણ એક વેબ સાઈટ ઉપલબ્ધ છે
જુઓ: ઓનલાઈન ટ્રેન સ્ટેટસ

Advertisements

Responses

 1. જય, તમારી ભાષા એકદમ સાદી લાગે એવી છે પણ એ એકદમ ભાવવાહી છે. સાવ સાદી રજુઆતમાં પણ તમે પુરેપુરા વ્યક્ત થઈ જાવ છો, એ સંતોષની વાત છે. તમે લખવાનું છોડતા કે ઓછું કરતા નહી.

  કાર્તીકની અમદાવાદની વાતો વાંચજો, બહુ સરળતાથી તાકાતવાળું લખે છે. તમે ય સરળતાથી મઝાનું લખો છો.

 2. […] સુંદર લાયબ્રેરી બનાવવાનો વિચાર કરીએ. આગગાડી અને લાયબ્રેરી – મારી બે પ્રેમિકાઓ છે; […]

 3. ૧૯૭૮માં સુરત જીવનભારતીના છાત્રાલયમાં રહીને ભણતો ત્યારે વેકેશનમાં મુંબઈ ઘેર જવા માટે “રાણી” માં જ જવાનો આગ્રહ રાખતો એ યાદ આવી ગયુ. ૬ રુપિયાની ટીકીટ પર ૫૦% વિધ્યાર્થી કન્શેશન .. સીંગલ સીટ પર બારી પાસે બેસીને નવસારી, બીલીમોરા, વલસાડ ના વડા, વાપી, દહાણુ ની દાળ અને લીલી ફૂદીના વાળી ચા … બોરીવલી અને અંધેરી .. પછી લોકલમા સાંતાક્રૂઝ … મને યાદ આવે છે કે માટુંગા ફાટક પાસે આવેલા એક મકાનના ત્રીજા માળેથી મારા મલેકપોર(નવસારી-બારડોલી રસ્તા પર)ન વતની એવા મિત્રના ફોઈને મળવા ગયો હતો. “હસમુખ ધિરજભાઈ / ધિરજભાઈ ભુલાભાઈ ભક્તા” … એનો એક પિત્રાઇ .. નામ યાદ નથી આવતું .. એ કદાચ તમે જ હો તો ??? .. અચરજ થશે જ !!…….. પણ મઝા પડી ગઈ.

 4. એક હિન્દી ફિલ્મ,‘ ૨૭ ડાઉન’ આવી હતી, તમે જોઈ હતી, જય ? આ ફિલ્મ અજબની હતી. રેલનાં કંઈ કેટલાંય રૂપો એમાં જોવા મળ્યાં હતાં !! એમાંય એક દૃષ્ય તો ક્યારેય ભુલાશે જ નહીં, જ્યારે એક લોકલ ટ્રેનને ખાલી થતી બતાવાઈ હતી !

  બારી પાસે બેસવાનો આનંદ; લાંબી મુસાફરી પછી લાંબા સમય સુધી કાનને સંભળાતો રહેતો રેલવેનો અવાજ; ગાડીની ડોલનશૈલી !! કયું યાદ કરવું ને કયું બાકી રાખવું ???

  ઈન્દીરાજીએ એક વાર કહ્યું હતું કે રેલવે એમનામાં ઉત્સાહ ભરી દેનાર રહી છે !!

  હું ભારત સરકારમાં ઓફિસર હતો ત્યારે મને ફર્સ્ટ ક્લાસ ઉપલબ્ધ હતો પણ હું ભાગ્યે જ એનો લાભ લેતો; સેકન્ડ ક્લાસની મજા ત્યાં ક્યારેય મળતી નથી…

  આ જ વાતને તમે જય, હજી વધુ વિગતે લખો. બહુ મજાનો વિષય છે.

 5. એટલે તો જ મહાત્મા ગાંધીએ થર્ડ ક્લાસમાં ભારત ભ્રમણ કરેલ.
  રેલ્વે એ મોટેભાગે ભારતિય લોહીમાં વહેતી ધબધબાધબ છે.

 6. મને યાદ છે ૧૯૫૬ થી ૧૯૬૦ ના ગાળામાં મારા પિતાજી પાલઘરમાં આસી.સ્ટશન માસ્તર હતા. મારા મોટાભાઇ પાલઘરથી બોરીવલી ફ્લાઇંગમાં ભણવા જતા.મારા ભાઇને નશીબદાર માનતો. પરંતુ મુંબઇ જવા ફ્લાઇંગ નશીબમાં ન હતી.પછી કેલવારોડ સ્ટેશન પર બદલી થતા રોજ સવારે ફ્લાંઇંગના દર્શનની તાલાવેલી થતી. ટીકીટ ઓફીસની બાજુમા ઘર હોવાથી ફ્લાઇંગ અને ફ્ર્ન્ટીર મેલ આવતા ઘર ધમધમ થતુ. પછી કિલ્લા પારડી સ્ટેશન પર પણ એ જ ધમધમાટ,પણ ફ્લાઇંગ નશીબમાં નહી. ભગવાનને મારી દયા આવી હશે એટલે સુરત બદલી થતા મારી પહેલી ફ્લાઇંગની મુસાફરી અને તે પણ ફસ્ટ ક્લાસમા, ખુદા દે તા હે તો છપ્પડ ફાડકે દેતા હે જેવુ થયુ. ફ્લાઇંગ રાની બધી ગાડીઓમાં અનોખી હતી. તે વખતે ફ્લાઇંગમાં જવુ એ વટની વાત હતી. એનો રંગ,ડબ્બા,એન્જીન,સ્પેશીયલ સીનીયર ગાર્ડ,એન્જીન ડ્રાઇવર અરે ટીકીટ ચેકર વગેરે સીનીયારીટીથી આવતા. વટથી કહેતા કે આજતો રાની લેઇને જવાનો છુ, પીરીયા બોમ્બેનુ કાય કામ કાજ ઓયતો કે જે.પછી આવી ડબલ ડેકર, શરૂઆતમાં તો એનો વિરોધ થયો,પછી બધુ ઠેકાણે પડ્યુ. આજે પણ એ હકીકત છે કે ફ્લાઇંગના ટાઇમ કે બીજી કોઇ પણ બાબતની ફ્લાઇંગ સાથેની છેડછાડ સુરતની પ્રજા સહન નહી કરે. આખરે ફ્લાઇંગ રાનીએ સુરતીઓની રાણી વીક્ટોરીયા છે.

  વિપુલ દેસાઇ-ડીટ્રોઇટ-અમેરીકા

 7. ટ્રેનનું અદમ્ય આકર્ષણ વલસાડ છેક નાનો હતો ત્યારે નવીસવી ચાલુ થયેલ રાજધાની પસાર થતી જોવા જતા ત્યારથી શરૂ થયેલું તે રાજધાની, ઓગષ્ટ ક્રાંતિ તથા આપણી કહેવાય તેવી ગુજરાત ક્વીન અને ફ્લાઈંગ રાણીમાં અનેકવાર બેઠા પછી પણ યથાવત છે. રેલ્વે એ ભારતની આગવી પહેચાન છે અને ભારતવાસીઓની જાન છે એમ કહીએ તો ખોટું નથી.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: