Posted by: Jay Bhatt | રવિવાર, જુલાઇ 12, 2009

મને ઘણી વખત પ્રશ્ન થાય છે કે દર્શન કરવા જવું એટલે શું?

મને ઘણી વખત પ્રશ્ન થાય છે કે  દર્શન કરવા જવું એટલે શું?

આપણે મંદિરે જઈએ છીએ. ભગવાનને ફૂલ ચઢાવીએ છીએ. થોડી વાર મંદિરે બેસી પાછા નિકળી જઇએ છીએ.
દર્શન કર્યાનો સંતોષ માનીએ છીએ. ભગવાન આપણાં બધાં કાર્યો સફળતાપૂર્વક પાર પાડે એવી પ્રાર્થના કરીએ છીએ.
મંદિરની બહાર બેઠેલા એક ભિખારી તરફ જરા સરખી પણ નજર પાડ્યા વગર આગળ વધી જઇએ છીએ.
ઘરે આવતી કામવાળી પાસે કામ કરાવવું છે પણ જેટલાં ઓછા પગારે કરાવાય એવી ગણતરી સાથે. ફેક્ટરીમાં કામ કરતાં કામદારો પાસે વધુ કામ કરાવી ખુબ નફો મેળવવો છે પણ એમનું પણ ‘જીવન’ છે એની કોઇ  ગણતરી નથી. ટ્રેન સ્ટેશન પર કુલી પાસે ભારે ભારે બેગો ઊંચકાવી આપણી ‘કાર’ સુધી લઇ જઇએ છીએ. આભારનો  એક શબ્દ કહ્યા વગર ઓછા પૈસા આપવા માટેની સોદાબાજી શરુ કરી  દઇએ છીએ.

આપણે મંદિરે જઈએ છીએ. ભગવાનને ફૂલ ચઢાવીએ છીએ. થોડી વાર મંદિરે બેસી પાછા નિકળી જઇએ છીએ. પણ ઇશ્વર દર્શન ખરેખર કર્યા ખરા?

Advertisements

Responses

  1. દર્શન કરવા જવું એટલે શું? – સરસ ચિંતન.

  2. ખુબ જ ચિંતનભર્યું લખો છો, સાહેબ !!
    ખરેખર સાવ સાચી વાત, આપણે મંદિરોમાં જઈએ કે પગપાળા માનતા રાખીને સંઘમાં ચાલતાં જઈએ પણ દૈનિક વ્યવહાર માં આ બધા ભકિતિભાવ ભર્યા બાહ્યાંડબરો, ફુગ્ગા માંથી હવા નીકળે તેમ નીકળી જતાં હોય છે.

    મંદિર માં દર્શાનાર્થએ જવાથી માત્ર ભકત કે સારા વ્યકિત બની નથી જવાતું, વ્યવહાર માં પણ નીતિ અને પ્રામાણિક્તા જોઈએ !!
    બાકી તો ‘મુખ મેં રામ ઔર બગલ મેં છૂરી’ તેના જેવું !!

    માટે જ મેં લખ્યું છે,મારા બ્લોગ ની – મારી એક પોસ્ટ માં લખ્યું છે,જેની લીંક

    http://pravinshrimali.wordpress.com/2009/07/01/%e0%aa%ac%e0%aa%be%e0%aa%b3-%e0%aa%ae%e0%aa%9c%e0%ab%81%e0%aa%b0%e0%ab%80-%e0%aa%ae%e0%ab%81%e0%aa%b0%e0%aa%9c%e0%aa%be%e0%aa%a4%e0%ab%81%e0%aa%82-%e0%aa%ab%e0%ab%81%e0%aa%b2-%e0%aa%95%e0%aa%9a/

  3. મંદીર બહાર જોડા ઉતારવા એ સંસારને બહાર મુકીને અંદર જવાનું સુચન છે; ફુલ ચડાવવા એ આપણી સારપ આગળ કરવાનું સુચન ગણાય; દીવો કરવાનું માહાત્મ્ય આપણા અંધારાને આઘો ખસેડવાની તૈયારીનું અને ઘંટડી વગાડવાનું આપણી શીથીલતા. અન્ એકાગ્રતાને તોડવાનું સુચન હોઈ શકે.

    આટઆટલું કર્યાં પછીય જયભાઈએ લખ્યું એમ બહાર વેદનાભર્યા સમાજને સાથે રાખવાનું તો સુઝવાનું જ નહીં !! ભગવાન મંદિરોમાં હશે ? હોય ?? (ગાંધીજીની ઈન્કમટેક્સ પાસેની પ્રતીમા જોઈને લોકો કહે છે, બાપુ આશ્રમ અને વીદ્યાપીઠથી રીસાઈને ભાગી રહ્યા છે !!)

    મંદીરમાં ???


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: