Posted by: Jay Bhatt | શનિવાર, જૂન 27, 2009

એક વિદ્યાર્થીની પરીક્ષામાં ચોરીઃ બીજા સારાં વિદ્યાર્થિઓ પરિણામ ભોગવે. શું આ ઉચિત છે?

એક વિદ્યાર્થીની પરીક્ષામાં ચોરીઃ બીજા સારાં વિદ્યાર્થિઓ પરિણામ ભોગવે. શું આ ઉચિત છે?

ત્રણેક મહિના એક ભારતીય વિદ્યાર્થિ મારી ઓફિસમાં મને મળવા આવ્યો.
થોડો મુશ્કેલીમાં મુકાયો હોય એવું એના મોઢા પરના હાવ ભાવ પરથી લાગતું હતું.
વાત કરતાં જાણવા મળ્યું કે એમના શિક્ષકે એની ‘ટેક હોમ પરીક્ષામાં બીજા બે ભારતીય વિદ્યાર્થિઓ સાથે મળીને કરેલી
ચોરી પકડી પાડી હતી. ત્રણે જણાને નાપાસ કરવામાં આવ્યાં હતાં. વધારે વાત કરતાં જાણવા મળ્યું કે ભારતની કોલેજોમાં ભણતી વખતે
એમને ‘કોપી અને પેસ્ટ’ ન કરાય’ એવું કોઇ જાતનું શિક્ષણ અપાયું ન હતું. અહીં આવીને પ્રથમ વર્ષે જ આપણા આ વિદ્યાર્થિઓ ચોરી કરતાં પકડાયાં.
શિક્ષક સાથે મારી મુલાકાત દરમ્યાન મને એમણે કહ્યું કે હવે વિદ્યાર્થિઓ ને રિસર્ચ આસીસ્ટંટશીપ આપતી વખતે એમના કામ પર તેઓ વધારે ધ્યાન આપશે. વિદ્યાર્થી પર મુકેલા વિશ્વાસને એ ગુમાવી ચુક્યા હતાં. ક્દાચ આ વિદ્યાર્થિઓ રિસર્ચ પેપરમાં પણ ચોરી કરે તો?

આપણાં ઘણાં વિદ્યાર્થીઓ અહીં ઘણું સરસ કરે છે, રિસર્ચમાં પણ ઘણી નામના મેળવી છે પણ એક બે વિદ્યાર્થિઓની ભૂલ બીજા ઘણાં સારાં વિદ્યાર્થિઓની કારકિર્દિ પર પણ અસર કરી શકે છે તે ભૂલાવું ન જોઇએ.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: