Posted by: Jay Bhatt | શનિવાર, એપ્રિલ 25, 2009

શું જીવનમાં સંવેદનશીલ બનવું જરૂરી છે ખરૂં?

શું જીવનમાં સંવેદનશીલ બનવું જરૂરી છે ખરૂં?

જે રીતે દરરોજ જે બનાવો બની રહ્યા છે એ જોતાં એવું લાગે છે કે માનવ જીવનમાં સંવેદનશીલતાનું મહત્ત્વ દિવસે ને દિવસે ઘટતું જાય છે.
અહીંની શાળાઓમાં કેવી રીતે ‘સ્વતંત્ર’ બનવું એની પર વધારે ભાર અપાય છે. જુદાં જુદાં વિષયોમાં કેવી રીતે શીખવું એની પર પણ ખૂબ ભાર અપાય છે. પણ જીવનમાં ‘સંવેદનશીલતા’નું પણ આગવું મહત્વ હોઈ શકે તે કોણ શીખવાડશે?

ભવિષ્યમાં આ બાળકો મોટાં થઈને કદાચ મોટી પદવીઓ હાંસલ કરી શકશે પણ સંવેદનશીલ બની કોઈ વ્યક્તિના દૂઃખમાં સહભાગી બની શકશે ખરાં? ગણતરી વગરનો પ્રેમ આપી શકશે ખરાં? ક્દાચ એવું પણ હોઇ શકે કે વ્રુદ્ધ થયા પછી એમને પણ સ્વતંત્ર રીતે જ બધાં પ્રશ્નો જાતે જ હલ કરવા પડશે અને એથી જ બાળકોને શરુઆતથી જ આવું શિક્ષણ અપાતું હોય.

થોડાં દિવસ પર એક વૃદ્ધા લાયબ્રેરીમાં મારી ડેસ્ક પર આવી અને મને જણાવ્યું કે એને ‘કેન્સર’ છે.  હોસ્પીટલમાં એ મળશે ત્યારે એને ડોક્ટર વધારે વાત કરશે. એકલી વૃદ્ધા .. કેન્સ્રર વિષે વધારે માહીતિ મેળવવા લાયબ્રેરીમાં આવી હતી. સાથે કોઈ નહિ. પોતાની જાતે જ કાર ચલાવીને આવી હતી.  મેં શોધી આપેલા પુસ્તકોમાંથી વાંચીને જાણવાનો પ્રયત્ન કરતી હતી જેથી  ડોક્ટરને મળે ત્યારે એ વિષે વધારે  જાણકારી માટે પ્રશ્નો પુછી શકે. અહીં લાયબ્રેરીમાં અમને સંવેદનશીલ અભિગમ વ્રદ્ધો તરફ ખાસ દર્શાવવાનુ કહેવામાં આવે છે. મને એનો પ્રત્યક્ષ અનુભવ થયો.  મેં પુસ્તકો લાવીને એના ટેબલ પર મૂક્યા. જતી વખતે લાગણીવશ થઈ મને આશિર્વાદ આપતી ગઈ.

કદાચ ભારતમાં પણ આવી પરિસ્થિતિ જોવાં મળે ખરી. રિદ્ધિ કોટેચાના બ્લોગ પર આ વાત જરૂર જોવા મળે છે. વ્યાવહારિક અને વાસ્તવિક વલણ પર વધુ પડતો ભાર મૂકાવાને કારણે માનવ ‘માનવ’ બનવા તરફથી વધુ ને વધુ વિમુખ થતો જણાય છે.

Advertisements

Responses

  1. Very nice thinking.
    sapana

  2. you r serving the god-creator(i call him yogeshvar shree krishna-my friend.)by serving his creation.so,please let me greet u.!!may god give this spirit of service 2 humanity 2 more n more people,jay shree krishna.

  3. sachi vat che aaje manav savedanshunya bani gayo che.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: