Posted by: Jay Bhatt | શનિવાર, ફેબ્રુવારી 14, 2009

ગુજરાતી શબ્દ સ્પર્ધા – વિજયભાઈ શાહ

વિજયભાઈ શાહની વેબ સાઈટ પર આગળ વાંચોઃ ગુજરાતી શબ્દ સ્પર્ધા

વિજયભાઈના જ શબ્દોમાં

“જ્હોન એફ કેનેડી એ કહ્યું હતું કે “દેશે તમારા માટે શું કર્યુ તે જોવાને બદલે દેશ માટે તમે શું કરી શકો તેમ છો તે તમે કરો” વાળી વાત ગુજરાતી ભાષાનું શું થશે તેવી ચીંતા કરતા દરેક ગુજરાતીને હું કહેવા માંગુ છું. મારી વાત હું ગુજરાત બહારનાં ગુજરાતી માટે છે તેવું નથી પણ મને ગુજરાતી ભાષાની ચીંતા ગુજરાત બહાર ગયા પછી વધુ થઇ તેથી તે ચીંતા મેં મારા નિબંધ “ગુજરાતી ભાષાનાં ભવિષ્ય”માં રજુ કરી. તે નિબંધનો કેટલોક હિસ્સો તમે વાંચ્યો હશે.

અત્રે એ કહેવુ છે કે જેને ગુજરાતી માટે કંઇક કરવું છે તે સ્વયંભુ કરે જ છે કેટલાક દાખલા આપુ તો તે અત્રે અસ્થાને નહીં હોયે..

૧.”કેસુડા” વેબ સાઈટ નાં કિશોર રાવળ કે જેમની વેબ સાઈટ કે ઇ મેગેઝીને ૧૯૯૭માં મને ઘણી ભાવનગરી ગુજરાતીની મોજ કરાવી છે.

૨. “ઝાઝી “નાં ચીરાગભાઈ નું ગુજરાતીનું અડિખમ આંદોલન મારા ચીત્ત તંત્રને સદા ઝણકારતુ રહેતુ

૩. “રીડ ગુજરાતી”નાં મૃગેશભાઈ શાહને ગુજરાતી ભાષા માટે વપરાતા હીણા શબ્દોનું લાગી આવતા આખો યુવા પેઢી માટે સાહિત્યનો ઓવર ફ્લાય્ ઉભો કર્યો

૪. ગુજરાતી કવિતાનું ગમતાનાં ગુલાલ જેવું કામ ડો ધવલ અને ડો વિવેકે “લયસ્તરો” અને “શબ્દો છે મારા શ્વાસ” માટે કર્યુ

૫.જયશ્રી ભક્તા “ટહુકો” અને “મોરપીચ્છ” દ્વારા ગુજરાતી ગીતો અને સંગીતને અમર બનાવે છે.

૬.ઉર્મીએ ગદ્ય અને પદ્યનું “સહિયારુ સર્જન” કર્યુ..અને મારા જેવા કેટલાય ઉગતા કવિ અને લેખકોની સર્જન શક્તિ ખીલવી

૭.સોનલ વૈદ્ય એગ્રીગેશનનાં બ્લોગ “સંમેલન” દ્વારાબ્લોગ જગતને સમૃધ્ધ કરતા રહ્યા

૮.બાબુભાઈ સુથારે ગુજરાતીને કોમ્પ્યુટર પર સરળ બનાવી

૯. રતીભાઈ ચંદરીયા એ ગુજરાતી લેક્ષીકોન આપ્યુ, ઓન લાઇન ગુજરાતી શબ્દ કોશ આપ્યો

૧૦. ઉત્તમ ગજ્જરે “સન્ડે ઇ મહેફીલ” આપી ઇ મેલ દ્વારા ગુજરાતીને વિશ્વભરમાં પ્રસિધ્ધ કરી

૧૧. સુરેશ જાની અને તેમની ટીમે સરસ “સારસ્વત પરિચયો” આપ્યા

૧૨.વિશાલ મોણપરાએ “અક્ષર પેડ” અને “પ્રમુખ સ્પેલ ચેકર” આપ્યુ..

૧૩.જ્યારે કિશોર દેસાઈ એકલા “ગુર્જર ડાઇજેસ્ટ” દ્વારા વર્ષોથી અમેરીકાને ઉત્તમ સાહિત્ય પીરસી રહ્યા છે.

૧૪. ન્યુ જર્સીમાં સુભાષભાઇ શાહ “ગુજરાત દર્પણ” વિનામુલ્યે સમગ્ર અમેરિકાને ગુજરાતી સાહિત્ય પીરસી રહ્યાં છે.

આ બધા એ પોતાની મર્યાદમાં રહી સમય આવડત અને તક્નીકી બાબતે ગુજરાતીને જીવંત રાખવા પ્રયત્ન સાચા હ્રદય થી કર્યો હવે મારો અને તમારો વારો છે. ગુજરાતી પાસે ભગવદ ગોમંડળ અને સાર્થ જોડણી કોશ છે. અંગ્રેજીમાં જેમ Spell bee competetion થાય છે તેમ ગુજરાતી શબ્દ સ્પર્ધાનું આયોજન મેં હાથ ધર્યુ છે.

તેની વિગતો અને નીતિ નિયમો નક્કી કર્યા છે અને દરેક ગુજરાતી સમાજ કે ધર્મ સંસ્થાનો આ સ્પર્ધામાં ભાગ લઈ શકે છે. “ગુજરાત દર્પણ” આ સ્પર્ધાનાં છેલ્લા વિજેતાને ફરતી ટ્રોફી આપવાનો ઇરાદો જાહેર કરી ચુકેલ છે.

ભાગ લેનાર દરેક ગુજરાતી સમાજે કે ધર્મ સંસ્થા એ લઘુત્તમ બાર સ્પર્ધકોમાંથી એક વિજેતા જાહેર કરે જે ( શબ્દ નિષ્ણાત) કહેવાય. સમગ્ર અમેરિકાનાં જેટલા ગુજરાતી સમાજનાં વિજેતાઓની તેજ પ્રકારે બીજી રાજ્ય સ્તરે સ્પર્ધા થાય અને વિજેતાને (શબ્દ ગુરુ) કહેવાય્ ને રાષ્ટ્રીય સ્તરે (શબ્દ મહારથી)ની પદવી એનાયત થાય

ગુજરાતી સમાજો આ પ્રોગ્રામને ગુજરાતી ભાષાવિકાસનો એક્ ઉમદા પ્રયત્ન તરીકે લે અને તેમના વિજેતાને બીજી સ્પર્ધા માટે તૈયાર કરે.. . વધુ વિગતો માટે સંપર્ક vijaykumar.shah@gmail.com”

Advertisements

Responses

  1. Thanks..
    Jaybhai

  2. This will be a good inspiration for the children. Congratulation for holding the competition. Good luck and well wishes for the competition. If you can manage to collect my book ‘DOKIYU’ from India, I am wish to present my book to the children who win first, second and third prize. Janakbhai

  3. Very nice..Thanks Jay

  4. unique idea. good luck


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: