Posted by: Jay Bhatt | બુધવાર, જાન્યુઆરી 28, 2009

પ્રેરણા

પ્રેરણાનો સ્ત્રોત ક્યારે, કઈ ઘડીએ, ક્યાંથી અને કેવી રીતે અનુભવાશે એ એક મોટું રહસ્ય જ રહેશે. માત્ર એને અનુભવવા માટે આપણે સંવેદનશીલ રહેવું પડશે. જીવનમાં અનેક લોકો સાથે મુલાકાત થશે, નવું નવું જાણવાનું મળશે, અને ખાટાંમીઠાં અનેક અનુભવો થશે પણ એમાથી કયો અનુભવ પ્રેરણા આપનારો બની રહેશે એ કહી નહીં શકાય. કઈ વ્યક્તિ ઈશ્વરીય પ્રેરણાનું ઝરણું બનીને ક્યારે ભીંજવી દેશે એ પણ કહેવાય નહીં. દુનિયાના કોઇ પણ ખુણામાં વસતી એ વ્યક્તિની યાદમાત્ર જીવનને સુંદર રીતે જીવવાનું મનોબળ પૂરું પાડી શકે છે એમાં કોઈ
સંદેહ નથી. એ યાદ અને સંસ્મરણોના અસ્તિત્વ માત્રથી જ પ્રેરણાનો અવિરત સ્ત્રોત આપણી બધી જ માનસિક શક્તિઓને જાગૃત કરી દે છે.
કોઈ સુંદર અનુભવ કે કોઈ હ્રદયસ્પર્શી વર્તન પણ આપણાં ઉત્સાહમાં એનેક્ગણો વધારો કરી શકે છે.  અરે, જ્યારથી નવા નવા બ્લોગ્સ શરુ થયાં છે, ત્યારથી એમ કહો કે પ્રેરણાનો અવિરત પ્રવાહ હવે કોઈ પણ વ્યક્તિ ગમે  ત્યારે ગમે ત્યાંથી અનુભવી શકે છે.ઊર્મિસાગર બ્લોગ પર એક સુંદર લઘુકાવ્ય મારાં ધ્યાનમાં આવ્યું.”ફુલ ના બન તું, જે કરમાય જાય,
જ્યોત ના બન તું, જે બુઝાઇ જાય,
તારો ના બન તું, જે ખરી જાય,
મારા જીવનની એક એવી દશા બન તું,
ના જીવવું હોયુ મારે, ને તોયે જીવાય જાય!

નાનકડું કાવ્ય પણ  જીવન જીવવાની જડીબુટ્ટી શોધી આપતું પ્રેરણાત્મક કાવ્ય. થોડા દિવસો પર અખિલભાઈ સુતરીઆનો ‘પ્રેરણા’ વિભાગ વાંચવામાં આવી ગયો. ‘નાનો કે મોટો’ એમનો લેખ સાચે જ મારાં મનમાં પણ અખિલભાઈનો સવાલ, ‘પોતાના .. સ્વજનોની સારવાર તો કદાચ સૌ કરે .. પણ .. તદ્દન અજાણ્યા વ્યક્તિની મોં પર સ્મિત સાથે આવી સેવા કરનારાઓને કદાચ આપણે નાના ગણવાની ભૂલ તો નથી કરતાંને ?’ ઘર કરી ગયો.

વિજયભાઈ શાહ, નીતાબેન કોટેચા, સમન્વય, રીડ ગુજરાતી, ગુજરાતી સારસ્વત પરિચય, ફોર એસ વી, અને ટહુકો જેવાં પ્રેરણાત્મક બ્લોગોની જરૂર નોંધ લેવી જ રહી.

‘થેંક યુ, પપ્પા’ પુસ્તકમાં પ્રાર્થનાબેન જહા ‘સંસ્કૃતથી સંસ્કૃતિ સુધીના માણસ….મારા પપ્પા’માં લખે છેઃ “પપ્પા, તમારો એક શોખ અને તમારી દૈનિક ક્રિયાઓમાં અભિન્ન ગણી શકાય એવી આદત એટલે વાંચન. સવારે તમે જ્યારે વાંચવા બેસો ત્યારે મેં તમને જોયા છે, રાત્રે વાંચતા જોયા છે. તમે જે સરસ પુસ્તકો વાંચવા માટે અમને પ્રેરણા આપી અને આપો છો તે ખરેખર એક અદ્દભુત ભેટ છે. એક વિદ્વાન પિતા પોતાની પુત્રીઓને આનાથી વિશેષ શું આપવાની ઈચ્છા કરે….. તમને મેં ગીતા, ઉપનિષદ, ગુજરાતી સાહિત્યનું બધું જ અને વિશ્વ સાહિત્યનું ઘણું બધું વાંચતા જોયા છે. Managementનાં પુસ્તકો હોય કે Botanyનાં પુસ્તક હોય, કોઈ વિષયને તમે સહેલાઈથી છોડ્યો નથી. અલબત્ત છોડ્યો જ નથી. આ બધામાં તમે પ્રેરણાનો સ્ત્રોત બની વહેતા જ રહ્યા છો. સતત….”

આ સાથે ગુજરાતી ગુગલ દ્વારા વાંચોઃ  પ્રેરણા વિષય પર લખાયેલી રચનાઓ અને લેખો

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: