Posted by: Jay Bhatt | રવિવાર, જાન્યુઆરી 18, 2009

પ્રિય તું ! પ્રિય હું !

આજે ‘રવિ ઉપાધ્યાય – સર્જકતાનો ખજાનો’ બ્લોગ પર મારી નજર ઠરી. ઘણી સુંદર ગીતરચનાઓ મને અહીં વાંચવા મળી.

એમાનું એક ગીત: પ્રિય તું ! પ્રિય હું !

પ્રિય તું ! પ્રિય હું !
પ્રિય તું પુષ્પ, હું પુષ્પસુવાસ.
પ્રેમ છલોછલ હૈયું તું, હું અવિરત શ્વાસોચ્છવાસ…. પ્રિય તું

તું ઘુઘવાટભર્યો મહેરામણ, હું ધસમસતી ભરતી,
પુનિત-પ્રવાસી તું પ્રીત પથનો, હું પદચૂમતી ધરતી…

તું ઉમંગ, હું ઉલ્લાસ
પ્રિય તું પુષ્પ, હું પુષ્પસુવાસ…
જૂગજૂગ જૂની પ્રિયજપ જપતી હું માળા, તું મણકો,
હું તાલ, તું માત્રા; શબ્દ હું, સ્વર તું; હું ઝાંઝર, તું ઝણકો.

તું વચન ‘ને હું વિશ્વાસ,
પ્રિય તું પુષ્પ, હું પુષ્પસુવાસ…

હું વેલી, તું વૃક્ષ હે પ્રિય! હું સુગંધ તું સોનું
નેહભર્યા અનિમેષ નયન તું, હું કાજળ નયનોનું,

તું દિપક ‘ને હું ઉજાસ
પ્રિય તું પુષ્પ, હું પુષ્પસુવાસ…

પ્રિય તું સત્ય, સનાતન હું; તું ગાયક, હું ગીતા,
હું મીરાં, તું માધવ હે પ્રિય!, તું રાઘવ, હું સીતા,

હું કવિતા ને તું પ્રાસ
પ્રિય તું પુષ્પ, હું પુષ્પસુવાસ…

શબ્દ અને સંગીત રચયિતા : રવિ ઉપાધ્યાય

Advertisements

Responses

  1. આ ગીતના શબ્દો અને લય બંને જકડી રાખનારા છે. એનો ભાવ પણ એનાથી સુંદર રીતે નીખરી ઉઠ્યો છે.

  2. my fav one…! thanks..

  3. કદાચ આપ જાણતા હશો તેમ, ‘દિવ્ય ભાસ્કર’માં છેલ્લાં એક વર્ષથી, ઇન્ટરનેટની વિવિધ ઉપયોગી સર્વિસીઝ વિશે સરળ ભાષામાં સમજ આપતી એક કૉલમ ચાલે છે. હવે તે વેબસાઇટ (www.cybersafar.com) સ્વરૂપે પણ ઉપલબ્ધ છે, જેનો મુખ્ય ઉદ્દેશ ઇન્ટરનેટના નવાસવા પરિચયમાં આવેલા લોકોને તેની ઉપયોગીતા દર્શાવવાનો અને ગુજરાતી બ્લોગજગતનો નજીકનો પરિચય કરાવવાનો છે.

    સાઈટ પર ગુજરાતી બ્લોગજગતની માત્ર લિંક મૂકવાને બદલે, આરએસએસ ફીડની મદદથી મુલાકાતીઓ વિવિધ બ્લોગ પર મુકાતી તાજી કૃતિઓની ઝલક મેળવી શકે અને પસંદગીની પોસ્ટ પરથી જે તે બ્લોગ પર જઈ શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે.

    ‘ઝલક ગુર્જરી’ નામના આ વિભાગનું કામ હજી ચાલુ છે. આપને ખાસ વિનંતી કે આપના બ્લોગની ફીડલિંક તેમાં ન હોય કે તેમાં કંઈ ભૂલ હોય અથવા આપ બ્લોગની લિંક તેમાંથી દૂર કરવા માગતા હો તો himanshu@cybersafar.com પર જણાવશો.

    આભાર,

    હિમાંશુ

  4. RAVI UPADHYAY NI PRIY TU PRIY HU KAVITA ATI SUNDER SUGADHIT MAHEKTI SUVERNMAY PKASHIT SUDER UMAGBHAR SVASHSHOUCHVASHTHI BHRPUR ANANDANUBHAVU CHU.THANKS.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: