Posted by: Jay Bhatt | બુધવાર, ડિસેમ્બર 24, 2008

હિતેન આનંદપરાનું એક સુંદર કાવ્ય

સહજ તને હું સ્મરૂં
મારી બધી ખુશીઓ તારી હથેળીઓમાં ધરૂં

સમય વહે છે જાણે ઝરણું વહેતું ખળખળખળ
રૂનો ઢગલો મને અચાનક લાગે છે વાદળ
સ્મરણોની નૌકામાં બેસી દૂર દૂર હું સરૂં

પળને રોપું તો એમાંથી ઊગે પારિજાત
પંખી મારી સામે બેસી કરે છે તારી વાત
મારું ક્યાં કંઈ ચાલે છે અહીં, સમય કહે તે કરું

સંદર્ભઃ ‘કવિતા’, પૃ. ૪૦, સળંગ અંક ૨૩૯, પૃ. ૧૨, જૂન-જુલાઈ, ૨૦૦૭

Advertisements

Responses

  1. કવિ સમયના નકશા સામે કવિતાના નકશીકામને અદભુત રીતે રજુ કરે છે.

  2. પળમાંથી પારિજાત ઉગાડતા કવિને અભિનન્દન

  3. ‘પંખી મારી સામે બેસી કરે છે તારી વાત’…

    ~awesome~


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: