Posted by: Jay Bhatt | રવિવાર, જૂન 8, 2008

ડો. દીના શાહની રચના – ‘ફૂલ કેવાં પરગજુ થઈ જાય છે’

ડો. દીના શાહની રચના – ‘ફૂલ કેવાં પરગજુ થઈ જાય છે’

ફૂલ કેવાં પરગજુ થઈ જાય છે,
મહેકની સાથે રજૂ થઈ જાય છે.

તું જ મારી બંદગી, ને તું ખુદા,
જોઉં છું જયારે વજૂ થઈ જાય છે.

ભીંત પર પડછાયો લાગે છે સરસ,
માનવીનું એ ગજું થઈ જાય છે?

જિંદગી તેં કેટલા જખ્મો દીધા!,
લાગણી તો પણ હજુ થઈ જાય છે.

એક નકશો પ્રેમનો છે દોસ્તો!,
યાદ કોર્યું કાળજું થઈ જાય છે.

પહાડ પર પાણીને જોઈ થાય છે,
પથ્થરો કેવા ઋજુ થઈ જાય છે!

ડો. દીના શાહની આ રચના માણો દિવ્ય-ભાસ્કરમાં માનનીય કવિશ્રી સુરેશ દલાલ લિખિત
‘આયનાનાં સ્વયંભૂ પ્રતિબિંબો’- હયાતીના હસ્તાક્ષર વિભાગમાં.

વ્યક્તિગત જીવનમાં લાગણી ઘણી વખત બુદ્ધિથી પણ પર થઈ જાય છે. સુરેશભાઈ ‘લાગણીને જીવ ભરીને જીવવા દિયો’ની પંક્તિઓ ટાંકી ખુબ સરસ રીતે આગળ સમજાવે છે:

“જિંદગીમાં જેટલા સંબંધ એટલા ઉઝરડા. જેટલી અપેક્ષા એટલી નિરાશા. જખમો ગણી શકાય નહીં ને જખમોનું જૉખમ લીધા સિવાય જીવી પણ શકાય નહીં. જીવનના જખમો કહ્યા કરે છે કે લાગણી બહુ રાખવા જેવી નથી. સંવેદનશીલ થવાનો કોઈ અર્થ નથી. આ બધું અનુભવને આધારે બુદ્ધિ કહે છે પણ લાગણી તો લાગણીની રીતે જ વર્તે છે અને જયારે લાગણી જન્મે છે ત્યારે બુદ્ધિ લગભગ બેહોશ થઈ જાય છે. પંકિત યાદ આવે છે :

લાગણીને જીવ ભરી જીવવા દિયો
અને બુદ્ધિને કહો કે બહુ બોલે નહીં

સોનાની મૂર્તિને લોખંડના ત્રાજવામાં
મૂકીને કોઈ કદી તોલે નહીં”

Advertisements

Responses

  1. તું જ મારી બંદગી, ને તું ખુદા,
    જોઉં છું જયારે વજૂ થઈ જાય છે.
    સરસ શેર

  2. ખુબ સરસ રચના છે અને ઇંનટરનેટ ઉપર ગુજરાતી ભાષા જોઇ ને બહુ હરખ થાય છે.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: