Posted by: Jay Bhatt | ગુરુવાર, એપ્રિલ 10, 2008

નદી કિનારે એક શિવ મંદિર

નદી કિનારે એક શિવ મંદિર

રાંદેર માં આવેલું તાપી નદી ને કિનારે એક શિવ મંદિર. ઉનાળાની રજાં પડતાં જ અમારી સવારી રાંદેર આવી પહોંચતી. ત્યાં મારું મુખ્ય આકર્ષણ આ મંદિરે જવાનું  રહેતું પગપાળા અમે બધાં ઘરે થી જવાં નીકળતાં. ચાલવાનો આનંદ કંઈક અનેરો જ હતો. નાનપણથી જ ગામડાં ના જીવનમાં બહુ રસ ધરાવતો એટ્લે આવતાં જતાં તમામ બળદગાડાં ગણતો, ઘરોની રચનાઓનું બારીકાઈ થી નીરીક્ષણ કરતો, અને મંદિરે જતાં જતા ગલ્લાં પર બેસી ચહા પીવાનો અપ્રતિમ આનંદ માણતો. સાથે સાથે સેવ-ગાઠિયા અને નાન-ખટાઈ પણ ખરી જ. જહાંગીરપુરા ગયાં પછી જમણી બાજુ એ વળતાં ત્યારે કોઈ કોઈ વાર તાપી નદીના સુંદર દર્શન થતાં. મંદિરે દર્શન કરીને નજીકમાં આવેલી પાંચ પાંડવોની ગુફા કે (નાના મંદિરો – બરાબર યાદ નથી)જોતાં. ત્યાર બાદ નદીને ઓવારે જઈ બેસતો અને સુંદર નદી ના દર્શન મનભરીને કરતો. સમી સાંજનું રમણિય દ્રશ્ય, નદીમાં આગળ વધતી હોડીઓ, કુદકાં મારતાં નાનાં ભુલકાઓ, આજુબાજુંમા ઉગેલાં સુંદર ફૂલો, અને મહાદેવનું સુંદર મંદિર  આ બધું જોતાં જોતાં મને એવી પ્રતીતિ થતી કે જાણે દુનિયાની બધી જ સુંદરતાં ઝરણું બની મારી જીવન ની તૃષા છીપાવી રહી છે….અહીં અમેરિકા આવી ને એવી જ કોઈ સાત્વિક સુંદરતાની શોધમાં છું….કૃત્રિમ નહિ.

Advertisements

Responses

 1. મને મારું બાળપણ યાદ આવી ગયું. નર્મદાને કિનારે આવેલ કરનાળી ગામમાં વકેશનમાં જતાં અને નર્મદાનો કિનારો એટલે શિવમંદિરોથી ભરપૂર. ખૂબ મજા આવતી. ચાંદની રાત્રે નાવમાં બેસી સફર કરવી. ખરેખર એ દિવસો વાગોળવાની ખૂબ મઝા પડે છે.

 2. ઉત્તર ગુજરાત ના છેવાડે આવેલ ગામમાં વેકેશનની મજા માણતા
  એ ગામ યાદ આવિ ગયું જીવનમાં આપણે બચપણને ક્યારેય ભુલી શકતા નથી આભાર એ શેરીઓની સહેલ કરાવવા બદલ

 3. બાળપણ…
  એને શોધવાનું તો રોજ જ ચાલે છે..અને એમા ય ગામ નું નામ આવતા તો આંખોમાં મેળો ભરાય છે.

  મારું ગામ પલસાણા..સુરત જિલ્લાનું એક રળિયામણું ગામ..સાચી અને નિર્દોષ જીવન ત્યાં જ ગાળ્યું છે..ત્યાંની સાંજ-સવાર. મંદિરમાં થતો ઘંટારવ. મમ્મી-પપ્પા ઓફિસથી ક્યારે આવે તેની બા સાથે ઓટલે બેસી ને જોવાતી વાટ. ઘરનો કૂવો..વિશાળ વાડો..ગુલાબ,મોગરો,તુલસી,પાપડી,મેથી,વાડા ભાજી…
  વરસો થઇ ગયા આ રીતે જીવી ને…બાકી આ શહેરમાં તો હુતુતુતુ ની રમત જ રમાય છે..કેવાં નિર્દોષ અને સ્વસ્થ વર્ષો હતાં એ..

  ચાલ ને હજુ મોડું નથી થયું..પાછા ગામડાં તરફ વળી જઇએ..નહિ તો આ શહેર મારાં એ બાળક જેવાં ગામડાં ને ગળી જશે…

  ખુબ જ સુંદર નજરાણું આપી ને આંખો ભીંજવી નાંખી..આભાર.

 4. હું તો મુંબઈનું છું. જો કુદરતી સૌંદર્યનું પાન કરવું
  હોયતો વહેલા ઉઠવાની આદત પાડી , વહેલી સવારે
  આભનુ નિરિક્ષણ કર્વું. ઉગતો સુર્ય નિહાળવો.
  જો ઘરમા રહેતા હો તો બેક યાર્ડમાં પક્ષીઓને
  ચણ નાખવુ,
  અમેરિકામા પણ સૌંદર્ય માણી શકાય. માત્ર
  થોડી પ્ધ્ધતિમા ફેરફાર કરવો પડે.
  visit
  http://www.pravbinash.wordpress.com

 5. સૌન્દર્યો પામતાં પહેલાં સુંદર બનવું પડે.
  -કલાપી
  સુંદરતા તો પ્રભુએ આખી સ્રુશ્ટીમાં અપરંપાર વેરી છે. અમેરીકા હોય કે ભારત.
  હું તો દેશ જાઉં ત્યારે બધે ગંદકી જોઈ આપણા લોકોના દંભ માટે વીચારતો થઈ જાઉં છું.
  વીચારો મહાન – આચરણમાં શુન્યતા- કુપમંડુકતા- આ જ આપણી સંસ્ક્રુતી છે.
  અને આપણે મહાન ! એમાં તો પાછા પડ્યા. હજારો વર્શનું ગુલામી માનસ હજુ જતું નથી.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: