Posted by: Jay Bhatt | મંગળવાર, માર્ચ 18, 2008

સુખને સમજવું અને માણવું કઈ રીતે?

સુખના વિષય પર અત્યાર સુધીમાં ઘણું બધું લખાઈ ચૂક્યું છે.

થોડાંક પ્રશ્નો પૂછીને સુખના આ ગહન વિષયને હું આંતરિક રીતે સમજવાનો પ્રયત્ન કરૂં છું.

મારું કોઈ પણ કાર્ય મારાં સિવાય બીજાંને કંઈ ઊપયોગમાં આવ્યું કે નહિ?

મારી દરેક વ્યક્તિ સાથેની વાતચીતમાં મેં કેટલા ઊમળકા અને ઉત્સાહ સાથે વાત કરી? આ ઉત્સાહ કેટલો સાચો હતો? જ્યારે કોઈ પણ વ્યક્તિને મેં મદદ કરી એ કોઈ પણ અપેક્ષારહિત હતી? ઈશ્વરને પાર્થના કરૂં છું ત્યારે એમાં કોઈ શરત કે અપેક્ષા છે?

નાનાં બાળકો સાથે રમું છું ત્યારે એમના જેટલી જ નિખાલસતા સાથે રમી શકું છું? શું ‘ગુસ્સો’ શબ્દ મારી શબ્દપોથીમાં હજી પણ છે?

અત્યંત વિપરિત પરિસ્થિતિમાં શું હું સમતાપૂર્વક એનો સ્વીકાર કરી મારી દિવસભરની વિવિધ પ્રવૃત્તિઓ સહજ રીતે પાર પાડી શકું છું?

શું હું કોઈ પણ વજૂદ વગરના આક્ષેપોનો શાંતિથી જવાબ આપી શકું છું?

શું હું પક્ષીઓના મીઠાં કલરવમાં, સાગરના ઉછળતાં મોજામાં, મંદિરના ઘંટારવમાં કે પછી પાંદડાઓથી છવાયેલી કેડી પર ચાલતાં ચાલતાં થતાં ધ્વનિનાદને માણી શકું છું?

શું હું ફૂલોની સુવાસમાં, મૈત્રીની મહેકમાં, અને પૂનમની ચાંદનીમાં ઈશ્વરીય આનંદનો અનુભવ કરી શકું છું?

ટ્રેનમાં કે બસમાં મુસાફરી કરતી વખતે હું મારી સીટ પાસે ઊભી રહેલી કોઈ વૃદ્ધ વ્યક્તિને આપું છું ખરો?

ગમે એટલાં કામના બોજા વચ્ચે કશી પણ ફરિયાદ વગર હું મારાં કામો શાંતચિત્તે અને પૂરેપૂરા ખંતથી પાર પાડવાનો પ્રયત્ન કરૂં છું ખરો?

આ યાદી હજી સંપૂર્ણ નથી; મારાં વિચારોને અનૂરૂપ એમાં ઉમેરો થતો રહેશે.

Advertisements

Responses

 1. You can as many topics you want.
  thinking on the right track.

 2. સુખની વ્યાખ્યા જ સ્વાર્થી વ્યાખ્યા છે. એક જણનું સુખ બીજા માટે દુખ પણ હોઇ શકે!

 3. સરળ અને સચોટ વાત કહી. જે કર્મનો આપણે પુરો આનન્દ ઉઠાવી શકીએ, એ જ સુખ? દરેકનો આનન્દ જુદો જુદો ચોક્કસપણે હોઈ શકે…

 4. અન્યને અવરોધરુપ બન્યા સિવાય-
  જે પણ કાર્યમાં અનાયાસે,
  આનંદની અનુભૂતિ તે જ પરમ સુખ….!!

  કુદરતના સાંનિધ્યમાં અનુભવાતી સંવેદનાને સુખનું
  નામ આપી શું તેનું અવમૂલ્યન કરીશું ?

  પણ એને જ સુખનું નામ આપી શકીએને…… ?!!!

 5. સુખના ગહન વિષય પર અત્યાર સુધીમાં ઘણું બધું લખાઈ ચૂક્યું છે. તમારા વાચનના ચયન રૂપે તમે જે કંઈ પ્રશ્નોની અંશતઃ યાદી મૂકી છે તે પ્રેરક છે. આપણે આ અંશતઃ યાદીમાંથી કેટલું અમલમાં મૂકી શકીએ છીંએ? સાચા અને દીર્ઘ-કાલિન સુખની શોધ સરળ નથી.

 6. શું હું પક્ષીઓના મીઠાં કલરવમાં, સાગરના ઉછળતાં મોજામાં, મંદિરના ઘંટારવમાં કે પછી પાંદડાઓથી છવાયેલી કેડી પર ચાલતાં ચાલતાં થતાં ધ્વનિનાદને માણી શકું છું?

  i think it is wonderful que.
  as it is only possible when u r totally out of this materialistic world i.e. no worries – means inner peace lies in ur mind/heart/soul and so u can enjoy nature and its pleasure …… !!

 7. જયભાઈનાં આ પ્રશ્નોનાં જવાબો શોધતા મને મનમાંબીજા પ્રશ્નો ઉઠ્યા અને થયુ કે આ વિષયને વધુ આગળ વધારું..

  શું હૂં સંતોષી છું?
  શું મને બીન અપેક્ષીત રહેતા આવડે છે?
  શું મને આજમાં રહેતા આવડે છે?
  શું હું કાર્ય શરુ કરતા પહેલા તેમાથી થનારા લાભાલાભ વિશે વિચારીને કાર્યાન્વીત થઉં છું?
  -વિજય શાહ

 8. ‘સાચા અને દીર્ઘ-કાલિન સુખની શોધ સરળ નથી.’
  પંચમભાઈએ કહેલી આ તદ્,ન સાચી વાતને
  આમ ચર્ચાને એરણે મૂકી સુખની તલાશ-
  એટલે કે,
  ખરેખર સાચું સુખ એટલે શું ?
  તે વિશે વિચારવા જયભાઈએ મજબૂર કરી દીધા છે.

  દરેક વાંચક આમ ઉદ્.ભવેલા પ્રશ્નોને પ્રતિભાવમાં જણાવે તો એક સરસ ચર્ચા થઈ શકે એમ છે. ….

  કદાચ આપણી શોધ
  પૂરી ના થઈ શકે પણ સાચો રાહ મળી શકે …!!

 9. હુ પણ બહુ વાર વિચારુ કે સુખ શેમાં છે અને ક્યાં છે???
  પણ હુ છેલ્લે એ નિર્ણય પર પહોચીં છું કે જો મન અને મગજ શાંત હોય તો સુખ બધે બાજુ છે..અને એટલે જરુરી છે કે પહેલા શાંતી ની શોધ કરી લેશું તો સુખ તો પોતમાળુ મલી જ રહેશે..
  આપણે ક્યાંક ભજન માં ગયા હોઈયે તો બધા એટલા તલ્લીન થઈ જાય કે નાચવા લાગે ..એક બહેન ચુપચાપ બેઠા હતા મેં એમને પુછ્યુ કે તમને રાધા ક્રિષ્ણા ની ધુન ચાલે છે..તમે કેમ બધુ ભુલી ને ખુશ નથી થાતા તો કહે મન બેચૈન હોય ને કાંઇ ન ગમે..તો મન શાંત હોય તો બધુ ગમતુ જ હશે ને…આ મારો વિચાર છે જરુરી નથી કે બધાને માન્ય હોય પણ મે ફ્ક્ત મારો વિચાર કહ્યો છે…

 10. સરસ વાત અને એવી જ રસપ્રદ ચર્ચા…

  આભાર…

 11. સુખ હમેશા સાપેક્ષ રહ્યું છે. બાકી નીતાની વાત સાચી છે. સુખનો ઘણો આધાર માનવીના મન ઉપર રહેલો છે. મનની અવસ્થા સાથે એ ગાઢ રીતે સંકળાયેલ છે જ. બાકી જેનો અમલ રોજિંદા જીવનમાં થઇ શકે એનો જ કોઇ અર્થ..બાકી બધું પોથીમાના રીંગણ જેવું.સો સારી વાત જાણીએ પરંતુ અમલને નામે ઝીરો હોય તો તેનો કોઇ અર્થ ખરો ?

 12. sukh andar no vishy che man shudhh ne sahaj to

  pratyek babat sukhamay che.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: