Posted by: Jay Bhatt | બુધવાર, ફેબ્રુવારી 20, 2008

ગુજરાતી ભાષા – એક વિચાર

ગુજરાતી ભાષા – એક વિચાર

“પોતાની માતૃભાષામાં ન રડી શકે તેના જેવો કમનસીબ માણસ બીજો કોણ હોઈ શકે. …માણસ પોતાની માતૃભાષામાં રડે, એ તો એનો મૂળભૂત અધિકાર ગણાય. આજકાલ કેટલાંક ગુજરાતી બાળકો (ખોટા) અંગ્રેજી માં રડવા માંડ્યા છે. એક દ્રષ્ય વારંવાર મુંબઈમાં જોવાં મળે છે. બાળક અંગ્રેજીમાં રડે છે ત્યારે એની મમ્મી એને ગુજરાતીમાં છાનો રાખવા મથે છે. આ પરિસ્થિતિ માત્ર અહીં અમેરિકામાં જ નહિ પણ ક્દાચ હવે ભારતમાં પણ થવા માંડી હોય એમ આ ગુણવંતભાઈ શાહના આ લેખ દ્વારા પ્રતીત થતું હોય એમ જણાય છે. કદાચ ગુજરાતના શહેરો અને વિદેશમાં વસતા આપણા લોકોએ પણ આ વસ્તુ અનુભવી હશે.”

બહુ જ સરસ લેખ છે. આખો વંચાય તો જરૂરથી વાંચશો.

દિવ્ય-ભાસ્કર, શુક્રવાર, ૯મી ફેબ્રુઆરી,૨૦૦૭, પાનું. ૨૦ (ઓનલાઈન ઉપલબ્ધ છે કે નહિ તેની મને જાણ નથી)

ગયાં ડિસેમ્બરમાં ગુજરાતી બ્લોગ ‘બંસીનાદ’ શરૂ કરેલો ત્યારે મને જરાક પણ ખ્યાલ નહોતો કે કદાચ ગુજારાતી બ્લોગ્સ ‘ગુજરાતી’ ભાષાની સહારે આવશે. હું પણ મુંબઈની જ ગુજરાતી શાળામાં ભણેલો. ગુજરાતી શાળાઓ તો બધે જ બંધ થવા માંડી છે. આપણી ભાષાની આ દશા માટે ક્દાચ દેશનું, ગુજરાતનું વાતાવરણ, સમાજ, કુટુંબ, વગેરે …બધાં જ જવાબદાર કહી શકાય . ‘તણખા’ બ્લોગ(tankha.wordpress.com) પર મારો અભિપ્રાય આવો હતો. ઘણી વખત કુટુંબના જ સભ્યો વિરૂદ્ધમાં જતાં હોય છે.

‘મને તો એવું લાગે છે કે ગુજરાતી ભાષા હજી વધારે આગળ વધશે. નવાં ગુજરાતી બ્લોગ્સ ભાષાને વધારે સમૃદ્ધ બનાવશે. એ ક્દાચ સાચું હોઈ શકે કે અહીં મોટાં થતાં બાળકોને ગુજરાતી ભાષા માટે આપણને જેટલો લગાવ છે તેટલો  એમને  નથી. આ વસ્તુ મેઁ પ્રત્યક્ષ જોઈ છે. ખરી વાત તો એ છે કે અહીં ભારતથી અમેરિકા આવતાં ઘણાં ખરાં ગુજરાતી વિદ્યાર્થિઓને પોતાને જ ગુજરાતી આવડતું નથી કે કોઈ શીખવામાં રસ નથી.

ગુજરાતની શાળાઓમાં શિક્ષકોએ સહિયારા બ્લોગ બનાવવાનું વિધાર્થિઓને પ્રોત્સાહન આપવું જરૂરી છે. ચર્ચાત્મક બ્લોગ્સ ગુજરાતી ઉપરાંત સર્જનાત્મક વિચારોને પણ બહાર લાવશે. અંગ્રેજી માધ્યમ ની શાળાઓમાં એક ગુજરાતી વિષય રાખવો. અહિઁ અમેરિકામાં આવ્યા પછી ગુજરાતી ભાષા પ્રત્યેનું મારું ખેંચાણ વધ્યું. ગુજરાતી પુસ્તકો પણ્ અહિં વાંચવા મળ્યાં. ગુજરાત રાજ્યની પોતાની જ ઘણી ગુજરાતી વેબ સાઈટ્સ દેખાવા માંડી છે. મારાં વ્યક્તિગત રસ ને લીધે આ વિષય પર સમય મળ્યે મારી શોધ ખોળ ચાલુ છે.

બધાં ગુજરાતી સામયિકો કે સમાચારપત્રો ગુજરાતી સર્ચ એઁજિનોમાં ‘Index’ક્યાર થી થશે? આ શક્ય થશે ત્યારે ગુજરાતી ભાષા વધુ વ્યાપક બનશે. ગુજરાતી ભાષાના પ્રેમીઓ પોતાનો ‘પ્રેમ’ વધુ ઉત્ક્ટ બનાવી આ દિશામાં આગળ વધી સંપાદકોને જાણકાર બનાવે.’ જય

આભાર: નીતા કોટેચા — http://neeta-kotecha.blogspot.com/
મન નાં વિચારો બ્લોગ પરનો એમનો લેખ ફરી એક વાર આ વિષય પર મને લઈ આવ્યો એ બદ્લ..

Advertisements

Responses

  1. Are bhai tame game tevo Blog chalu karo have thi mehul raval tamara Jode che ane Vaat pan shachii che tamari Ke anpe Gujrati ne pan Vadu mahatva appu JoEye

    Thank you

    Mehul Raval


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: