Posted by: Jay Bhatt | ગુરુવાર, ફેબ્રુવારી 7, 2008

હવે તારામાં રહું?

હવે તારામાં રહું? -મૂકેશ જોશી

ખોટું ન લાગે તો વાત એક કહું
હું થોડા દિવસ હવે તારામાં રહું?

કામમાં હશે તો હું વાત નહીં માંડું
મૌનમાંય કોઈ દી ના છાંટા ઉડાડું
          સમણાંનો કાયદોય હાથમાં ન લઉં… હું થોડા દિવસ…

કોણ જાણે હિમશી એકલતા જામી
વૈદો કહે છે: હૂંફની છે ખામી
          કહે છે તારામાં લાગણી છે બહુ… હું થોડા દિવસ …

રોજ એક ઈચ્છા જો સામે મળે છે
આંખોમાં ભીનું થઈ નામ ટળવળે છે
          તારામાં તારાથી આગળ નહીં જઉં… હું થોડા દિવસ …

રસ્તામાં પાથરેલ કાંટા જો મળશે
મારી હથેળી પછી પગ તારો પડશે
          વેદનાનો ભાર હું એકલો જ સહું… હું થોડા દિવસ…

કહેણ મોસમનું કોઈ મને ભાવતું નથી,
મને સાચકલે મારામાં ફાવતું નથી.
          આમ ટીપાની ધાર બની ક્યાં સુધી વહું?…  હું થોડા દિવસ…

મૂકેશ જોશીનું આ ગીત આજે જ લયસ્તરો પર વાંચ્યું. બહુ જ ગમી ગયું. માનવ જીવનમાં હૂંફ અને લાગણી અનુભવાય છે ત્યારે ગમે એટલાં વિપરીત સંજોગો  પણ મીઠાશનો અનુભવ કરાવી શકે

Advertisements

Responses

  1. ખોટું ન લાગે તો વાત એક કહું
    હું થોડા દિવસ હવે તારામાં રહું?
    કામમાં હશે તો હું વાત નહીં માંડું
    મૌનમાંય કોઈ દી ના છાંટા ઉડાડું….kharekhar adbhut rachna che..!!!shree mukesh joshi hu aapno bahu aabhari chu jemna thaki aavi sundar rachna udbhavi..!!!


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: