Posted by: Jay Bhatt | મંગળવાર, ડિસેમ્બર 25, 2007

ગુજરાતી ભાષા- સાહિત્ય વિશ્વવ્યાપી બની શકે ? – વાંચો ગુજરાત સમાચારમાં

“આત્મસંતોષ નહીં, આત્મનિરીક્ષણ

ગાંધીકથાકાર, ચરિત્રકાર અને સગવડ ખાતર મહાદેવ દેસાઈના પુત્ર તરીકે જેમની ઓળખાણ આપી શકાય, એવા નારાયણ દેસાઈ ૮૨ વર્ષની વયે સર્વસંમતિથી પરિષદના પ્રમુખ બન્યા છે. પ્રમુખ તરીકેના પહેલા પ્રવચનમાં તેમણે ગિરા (વાણી-ભાષા) ગુર્જરીને વિશ્વ ગુર્જરી બનાવવાની નેમ વ્યક્ત કરી. તાળીઓ ઉઘરાવવા માટે કિસ્સા- કહાણી- અવતરણો શેરોશાયરીમાં સરી પડેલા બીજા કેટલાક વક્તાઓથી સાવ વિપરીત, નારાયણભાઈ બિલકુલ ગંભીરતાપૂર્વક ગુજરાતી ભાષા- સાહિત્યને વિશ્વસ્તરે પહોંચાડવાના તેમના સ્વપ્ન અંગે મુદ્દાસર રજૂઆત કરી. એ મિશનમાં સાહિત્ય પરિષદની ભૂમિકા કેવી હોવી જોઈએ, તેનો નારાયણભાઈએ રજૂ કરેલો ખ્યાલ પરિષદની પરંપરાથી સાવ વિપરીત હતો.

પરિષદના હોદ્દેદારો ‘પરિષદમાં બઘું બરાબર છે. તેની નિષ્ક્રિયતાની કે વાડાબંધીની બહાર ઉભી થયેલી છબી ખોટી છે.’ એવું જાતે જાહેર કરીને આશ્વાસન મેળવી લેતા હતા, પણ ખીચોખીચ ભરેલા ગાંધીનગર ટાઉનહોલમાં પરિષદના હોદ્દેદારોના લાભાર્થે નારાયણ દેસાઈએ કહ્યું ઃ ‘પરિષદ અંગે લોકોના મનમાં રહેલી છબી ખોટી હોય તો પણ, એ છબી છે તે હકીકત છે. ફક્ત આપણે માની લઈએ કે એ છબી ખોટી છે એટલું પૂરતું નથી. પરિષદની ખોટી છબી દૂર કરવી જોઈએ.’ તેમણે મુખ્ય ત્રણ પ્રકારની સંકુચિતતા ત્યજવાની વાત કરી ઃ ભૌગોલિક, જાતિગત અને ધર્મ-સંપ્રદાયગત.

‘મંગલ- મંગલ’ (ફીલગુડ) પ્રકારની વાતો માટે પંકાયેલા પરિષદના મંચ પરથી ધણા વખતે કોઈ પ્રમુખે સંસ્થાની મર્યાદાઓ વિશે ખુલીને વાત કરી. ‘પરિષદ અમદાવાદકેન્દ્રી થઈ ગઈ છે’ એવી અમદાવાદ બહારના સાહિત્યકારોની વ્યાપક છાપ- ફરિયાદને રાબેતા મુજબનો રદિયો આપી દેવાને બદલે તેમણેકહ્યું, જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં સુધી પહોંચવું હશે તો સૌને સાથે રાખીને ચાલવું પડશે. ફક્ત વડોદરા- સુરત- મુંબઈ જ નહીં. પરદેશમાં વસતા ગુજરાતીઓના ડાયાસ્પોરા સાહિત્યનો પણ તેમણે ખાસ ઉલ્લેખ કર્યો. જાતિગત ભેદભાવ અંગે પરિષદની ભૂમિકા વિશે નુક્તચીની કરતાં તેમણે કહ્યું, ‘છેલ્લા ત્રણેક મહિનાથી હું પરિષદ વિશે બઘું વાંચું છું, પણ તેમાં એકેય વાર દલિત સાહિત્ય જેવો શબ્દ સાંભળવા મળ્યો નથી… દલિત સાહિત્ય દલિતોની નહીં પણ બાકીના આખા સમાજની ચિંતાનો વિષય છે. દલિત સાહિત્ય- આદિવાસી સાહિત્યને મુખ્યપ્રવાહમાં સામેલ કરવું પડશે. વિશ્વગુર્જરીમાં બે પ્રવાહ જુદા ન હોઈ શકે.’

વિવિધ ધર્મો- સંપ્રદાયોના લોકોના ગુજરાતી સાહિત્ય સાથે નાતો જળવાઈ રહે, એ મુદ્દો પણ તેમણે છેડ્યો. ‘એક જમાનામાં પારસીઓ ગુજરાતી સાહિત્યમાં મોખરે હતા. અત્યારે કેટલાક પારસીઓ સાહિત્યમાં છે ? ગુજરાતમાં મુસલમાનોની વસતિ કેટલા ટકા ? એમાંથી ભણેલા ગણેલા મુસ્લિમોની જ વાત કરીએ તો પણ, તેમના પૂરતું પ્રતિનિધિત્વ સાહિત્યમાં છે ?’ પરિષદના હોદ્દેદારોની બચાવ- પરંપરા ઉપર પૂર્ણવિરામ મૂકતા તેમણે કહ્યું,‘તાળી બે હાથ વિના પડતી નથી એ ખરૂં, પણ આત્મનિરીક્ષણ જરૂરી છે. પરનિંદાથી સમાધાન થતું નથી.’”

આખો લેખ વાંચો: ગુજરાતી ભાષા- સાહિત્ય વિશ્વવ્યાપી બની શકે ?

Advertisements

Responses

  1. Ha apne appni gujrati ne kem vishw stariya na bana vi shakiye ! time lage pan banijay aa tamare karvu pade ane game tiyare kam hoy to mane keva nu maru Email ID chaluJ hoy che ane maru chat ID pan che mane Gujrati typeing nathi avdtu atle English Gujrati typing karuu chuu baki to Gujarat ane gujarati Agad ave avuu hu pan manuu chu

    thank you

    Mehul Raval
    (smuthly)
    my chat ID on yahoo


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: