“..ભાષા તો ઓળખ માટે આપવી પડે એટલે આપીએ, બાકી ઉમાશંકર જોષીની વ્યાખ્યા છે: કવિતા આત્માની માતૃભાષા. પ્રેમનું, મિલનનું કે વિરહનું સંવેદન સ્થળ-કાળ પ્રમાણે બદલાતું નથી. પ્રેમની અનુભૂતિ કોઇ ભારતીય માણસ અનુભવે કે કોઇ પરદેશી અનુભવે … પણ હૃદયનાં સ્પંદનો તો એક જ હોય છે. આંખનાં આંસુ ગુજરાતી, મરાઠી કે અમેરિકન નથી હોતાં. સંસ્કૃતમાં નાયિકાના અનેક પ્રકાર છે. નારી માટેના કેટલા બધા પર્યાય છે: કામિની, ભામિની ઇત્યાદિ. પ્રિયતમા સંકેત સ્થળે પોતાના પ્રિયતમને ગૂપચૂપ મળવા જતી હોય એવી સ્ત્રીને અભિસારિકા કહેવાય. શરૂઆતનો ઉન્મત્ત પ્રેમ એ ગાઇ બજાવીને કહેવાનો નથી હોતો પણ બે વ્યકિતએ અરસપરસ અનુભવવાનો હોય છે. કોઇ જાણી ન જાય, કોઇ જૉઇ ન જાય એમ અધરાતે- મધરાતે સંકેત સ્થાન પર પ્રિયતમને મળવા જવાનું. આ મુલાકાત મધરાતના મંદિરમાં જ થતી હોય.”
વાંચો: મધરાતના માર્ગ પર
(Monday, October 15, 2007)
Advertisements
પ્રતિસાદ આપો