Posted by: Jay Bhatt | મંગળવાર, સપ્ટેમ્બર 25, 2007

વરસાદ હમણાં – મનીષ પરમાર

વરસાદ હમણાં – મનીષ પરમાર

ઝરમરે છે સ્પર્શનો વરસાદ હમણાં,
-ને ઊગે છે સીમ-શેઢે સાદ હમણાં.

ગુફ્તગો આ આંખની અંગત રહી છે,
એમને કરવી નથી ફરિયાદ હમણાં.

ખૂબ તાજો શબ્દ આજે ઊપડ્યો છે,
-ને લખાશે પ્રેમનો સંવાદ હમણાં.

વિસ્તર્યું ચારે તરફ લીલાશ જેવું-
પાનખરને કેમ કરવી યાદ હમણાં.

કેટલા વરસો પછી ઘરમાં વળું છું,
જાગી ઊઠ્યો કાળજે ઉન્માદ હમણાં.

સાભાર: ગઝલશતક, પૃ. ૫૬

Advertisements

Responses

  1. ઝરમરે છે સ્પર્શનો વરસાદ હમણાં,
    -ને ઊગે છે સીમ-શેઢે સાદ હમણાં.

    ખૂબ તાજો શબ્દ આજે ઊપડ્યો છે,
    -ને લખાશે પ્રેમનો સંવાદ હમણાં.

    nice words…. nice gazal….


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: