Posted by: Jay Bhatt | શુક્રવાર, ઓગસ્ટ 3, 2007

…આપો

મને બહુ જ ગમતી એક ‘સાકિન’ની આ સુંદર રચના

                       …આપો

રહી પડદામાં દર્શનની ઝલક થોડીઘણી આપો.
ન આપો ચંદ્ર મારા હાથમાં, પણ ચાંદની આપો.

પ્રતીક્ષાને બહાને જિંદગી જીવાઈ તો જાશે,
તમારા આગમનની કંઈ ખબર ખોટીખરી આપો.

સિતારી ના ધરો મુજ હાથને બંધનમાં રાખીને,
જો મારા હોઠ સીવો તો ન મુજને બંસરી આપો

વધુ બે શ્વાસ લેવાનું પ્રલોભન પ્રાણને આપું,
મને એવી મિલન-આશા તણી સંજીવની આપો.

હું કોઈની અદાવત ફેરવી નાંખુ મહોબ્બતમાં,
તમે ‘સાકિન’ને એવો પ્રેમનો પારસમણી આપો.

  —————‘સાકિન’ કેશવાણી

Advertisements

Responses

  1. સિતારી ના ધરો મુજ હાથને બંધનમાં રાખીને,
    જો મારા હોઠ સીવો તો ન મુજને બંસરી આપો
    very nice..!

  2. very nice gazal….

    are O motabhaai… tame aatalu saras theme change kari didhu ane amane kahetaa pan nathi… aavu saaru nahi ho!!

  3. રહી પડદામાં દર્શનની ઝલક થોડીઘણી આપો.
    ન આપો ચંદ્ર મારા હાથમાં, પણ ચાંદની આપો.

    વધુ બે શ્વાસ લેવાનું પ્રલોભન પ્રાણને આપું,
    મને એવી મિલન-આશા તણી સંજીવની આપો.

    khub sundar gazal… majaani rachnaa.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: