Posted by: Jay Bhatt | શુક્રવાર, જુલાઇ 13, 2007

લ્યો અમે તો આ ચાલ્યા- તુષાર શુક્લ

શબ્દ કેરી પ્યાલીમાં, સુરની સુરા પીને,
લ્યો, અમે તો આ ચાલ્યા,
મસ્ત બે ખયાલીમાં, લાગણી આલાપીને,
લ્યો, અમે તો આ ચાલ્યા

જે ગમ્યું તે ગાયું છે, જે પીધું તે પાયું છે.
મહેકતી હવાઓમાં કઈંક તો સમાયું છે
ચાંદનીને હળવેથી એક નામ આપીને..લ્યો, અમે તો આ ચાલ્યા

જે કંઈ જીવાયું ને જીવવા જે ધાર્યું’તું,
સાચવીને રાખ્યું’તું, અશ્રુ એજ સાર્યુ’તું
ડાયરીના પાનાની એ સફરને કાપીને..લ્યો, અમે તો આ ચાલ્યા,

ફૂલ ઉપર ઝાંકળનું બે ઘડી ઝળકવાનું
યાદ તોય રહી જાતું, બેઉનેય મળવાનું
અંતરના અંતરને એમ સહેજ માપીને..લ્યો, અમે તો આ ચાલ્યા

                                                   –તુષાર શુક્લ
સાભાર: ટહુકો
સાંભળો ‘ટહુકો’ પર: લ્યો, અમે તો આ ચાલ્યા

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: