ગઝલ
નમેરા એ હ્રદયના ભાવ, વ્હાલી
તથાપિ ઉર લે રસલ્હાવ, વ્હાલી !
મહાતોફાન જીવનમાં છવાયાં:
રમો તુજ વ્યોમમાં રવિતેજ, વ્હાલી !
મળ્યું સૌભાગ્ય, ચિર તારું વિરાજો !
વધાવીશું વહી આનન્દ, વ્હાલી !
અહા ! મુજ કંટકો વેરેલ શય્યા:
ગુલાબી આવજો તુજ નિંદ, વ્હાલી !
પ્રભા ને મંજરીના હાર ગૂંથી,
ધરાવો દેવસખી તુજ શીર્ષ, વ્હાલી !
વિમલ સ્નેહાંજલિથી પાપ ધોવા,
થયાં મુજ રાત્રિનાં તે સ્વપ્ન, વ્હાલી !
પ્રકાશે તેજ ભરી આકાશ તારા:
ઊંડા અન્ધારનાં મુજ ગીત, વ્હાલી !
ધીરી; અયિ ! બન્ધનો તોડી ઊડીશું:
ભર્યા સ્નેહે પ્રભુના દેશ, વ્હાલી !
સાભાર: ન્હાનાલાલ ગ્રંથાવલિ. કેટલાક કાવ્યો -૧, પૃ. ૪૭
ન્હાનાલાલ કવિ વિષે વાંચો ગુજરાતી સારસ્વત પરિચય પર
Advertisements
[…] “નમેરા એ હ્રદયના ભાવ, વ્હાલી તથાપિ ઉર લ…“ […]
By: ન્હાનાલાલ કવિ, Nhanalal Kavi « ગુજરાતી સારસ્વત પરિચય on સોમવાર, મે 28, 2007
at 6:46 p
very good. thanks.
go ahead…
give it to with exclusive & resent news/parichay..
jay shri krishana!
By: dr. rajesh rajput on શુક્રવાર, માર્ચ 21, 2008
at 12:46 p