Posted by: Jay Bhatt | શુક્રવાર, એપ્રિલ 13, 2007

‘પુષ્કર ગોકાણી’ લિખિત ‘સૂફીવાદ શું છે?

‘પુષ્કર ગોકાણી’ લિખિત  ‘સૂફીવાદ શું છે?’, જનકલ્યાણ, જુલાઈ ૧૯૯૫, પૃ. ૨૧

‘આકાશના વાદળામાંથી પડતાં એ જલબિંદુએ વિચાર કર્યો કે આ સમુદ્ર પાસે મારી હસ્તી શું? હું તેમાં ખોવાઈ જઈશ. પણ પછી અચાનક તે સમજ્યો કે હું તો આવડો વિશાળ સાગર બની જઈશ. ત્યાં એક છીપે તેને વહાલભર્યા આશ્લેષનમાં લીધું અને તે મોતી બની ગયું.’ (ગુલિસ્તાં)

ગઝલસાહિત્યમાં સૂફીવાદ: પરમાત્મા સાથે ઐક્ય લાવવા લયસાધના માટે વિશ્વધર્મોમાં સંગીતનો વિકાસ થયો. ભારતમાં સામવેદથી, અરબ દેશોમાં સૂફી સાહિત્યથી (તુર્કી ભાષામાં અર્થ: છાવણીનું બજાર). ઉર્દૂ ભાષાની પ્રાથમિક ઉત્પત્તિમાં મૌલવી ડો. અબ્દુલ હક સાહેબનાં સંશોધન મુજબ સૂફી સંતોનું પ્રદાન રહ્યું છે. તેમાં ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી, શેખ ફરીદુદ્દીન, ગજશંકર, શરફૂદ્દીન કલન્દર શાહ, અમીર ખુસરો, ગરીબ-નવાઝ, બંદા-નવાઝ, શાહઆલમ, મિયાં ખૂબ મહમદ ચિશ્તી, હ. કબીરસાહેબ અને જાયસી ગણી શકાય. ગઝલનો અર્થ માશૂકા સાથે પ્રણય, મિલન, વિરહ, વફા, બેવફાઈ, ગીલા, શીકવા, નિરાશા વગેરે વિભિન્ન-વિવિધ-વિલક્ષણ મનોભાવો, લાગણીઓ અને પરિસ્થિતિઓને કલ્પના, પ્રતીક આદિ અલંકારો વડે પ્રદર્શિત કરતી શાયરી. ગઝલનો વિકાસ થતાં તેમાં સાંસારિક અને આધ્યાત્મિક પ્રેમ ઉપરાંત શારીરિક કે કુદરતી સૌંદર્ય, કલાદર્શન, વૈરાગ્ય, દેશપ્રેમ, કૌટુંબિક સ્નેહ અને ઈશ્વર-ખુદા સાથેનો સ્નેહસંબંધ (ભક્તિ) વગેરેનો સમાવેશ થયો છે. ગઝલ, ગાગરમાં સાગર સમાવે તેવી, મનની પાર હ્રદય ઉપર આત્મિક નિખાર આપે તેવી હોવી જોઈએ.

‘ઈસ સાદગી પે કૌન ન મર જાય અય ખુદા
લડતે હૈં ઔર હાથમેં તલવાર ભી નહીં’ -ગાલીબ

મીરઝા ગાલીબ ની થોડી ગઝલો અહીં વાંચો: ગાલીબની ગઝલો
મીરઝા ગાલીબ ની થોડી ગઝલો  અહીં સાંભળો: ગાલીબની ગઝલો
 

Advertisements

Responses

  1. અરે વાહ દીકરા ! મોટ્ટો ખજાનો બતાવી દીધો. આટલી બધી ગાલીબની રચનાઓ – એક જ જગ્યાએ અને તે પણ અઘરા ઉર્દુ શબ્દોના અર્થ સાથે ! બહોત બહોત શુક્રીયા ….


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: