પુસ્તકોનો થોકડો બગલથેલામાં મૂકી હું નીકળ્યો. સાયકલ પર ઘર તરફ આવતી વખતે ચં.ચી. દાદાનું ઉઘડતું જતું વિરાટ વ્યક્તિત્વ મનોચક્ષુ સમક્ષ સાકાર થએ રહ્યું. દેશભરના અનેક શહેરોમાં આ મહાન નાટ્યમહર્ષિની અવિરામ યાત્રા જોઈ હું ગજબનું આશ્ચ્રર્ય પામ્યો. બોંતેર વર્ષે કોઈ થાક નહિ! સતત પ્રફૂલ્લ, પ્રસન્ન.મહિનામાં માત્ર થોડાક જ દિવસ વડોદરા: બાકી મુંબઈ-દિલ્હી-અમદાવાદ-સુરત….યાદી ખૂબ લંબાવી શકાય. જ્યાં જાય ત્યાંથી પારસી સાહિત્ય, રંગભૂમિ કે અન્ય સંદર્ભે પુસ્તકો લેતા આવે. મને સહ્રદયપૂર્વક કહેવા દો કે અનેક શહેરોની અનેક લાયબ્રેરીઓ અને લાયબ્રેરિયનો સાથે સી. સી. દાદાનો ગજબ નો આત્મીય નાતો! પારસી રંગભૂમિ ના સંદર્ભે ચં. ચી. દાદાએ આ બધી જ લાયબ્રેરીઓમાં જઈ વાંચવાની કડક સૂચના આપી હતી. હું જ્યાં જ્યાં ગયો ત્યાં બધે જ એના ગ્રંથપાલમિત્ર લગભગ એક સૂરવાળું વાક્ય કહેતાં: ‘તમે ચં.ચી. ના વિદ્યાર્થી?’ હું ડોકું ધૂણાવી ‘હા’ કહેતો. ત્યારબાદ એકાદ કબાટ કે ઘોડા તરફ આંગળી ચીંધી કહેતા: ‘તમારે ત્યાં જે પુસ્તકો છે અ વાંચવાનું ચં.ચી. દાદા કહી ગયાં છે!’ આ વાક્ય સાંભળી મારા ચિત્તમાં ચં.ચી દાદા માટે જે અહોભાવ પગટતો તેનું વર્ણન કરવા આજે પણ હું મને નિર્બળ સમજું છું. કલ્પના નહોતી કરી કે દાદાની કૃપા મારા પર આષાઢી મેઘની જેમ વરસશે! નાટક અને રંગભૂમિ પ્રત્યેની તેમની અગાધ લગની ની મહેંક તેમન સાંનિધ્યમાં મેં સતત અનુભવી છે.
ગોપાલ શાસ્ત્રી લિખિત ચં. ચી. મારા ગુરૂ માં થી સાભાર: વરસ્યા મેઘ આષાઢી…. પૃ. ૧૭-૧૮
Advertisements
સરસ લખાણ છે.. આગળ વધો
By: મિર્ચી શેઠ on શુક્રવાર, એપ્રિલ 6, 2007
at 1:33 p