Posted by: Jay Bhatt | શનિવાર, માર્ચ 24, 2007

ગુજરાત રાજ્યની ન્યાય સહાયક કચેરી

ગુજરાત રાજ્યમાં ન્‍યાયસહાયક વિજ્ઞાન પ્રયોગશાળાની સ્‍થાપના તા. ૧-પ-૧૯૭૪નારોજ અમદાવાદ ખાતે તત્‍કાલીન મહામહિમ રાજ્યપાલશ્રી કે. કે. વિશ્વનાથનના વરદ્ હસ્‍તે કરવામાં આવેલી. આ સમયે આ ખાતાનું કુલ મહેકમ ર૭ અધિકારી/કર્મચારીનું હતું. અને તેમાં રસાયણશાસ્‍ત્ર, ભૌતિકશાસ્‍ત્ર તથા જીવશાસ્‍ત્ર વિભાગો કાર્યરત કરવામાં આવ્‍યા. દક્ષિ‍ણ ગુજરાત ક્ષેત્રમાં નોંધાતા ગુનાઓની તપાસ માટે જરૂરિયાતને લક્ષમાં લઈ સને ૧૯૮૩માં સુરત ખાતે પ્રાદેશિક ન્‍યાય સહાયક વિજ્ઞાન પ્રયોગશાળા શરૂ કરવામાં આવી. જેમાં પ્રોહિબિશન, રસાયણશાસ્‍ત્ર, ઝેરશાસ્‍ત્ર, જીવશાસ્‍ત્ર જેવા વિભાગો શરૂ કરવામાં આવ્‍યા. વડોદરા શહેર તથા આસપાસના વિસ્‍તારોમાં બનતા ગુનાઓની તપાસ માટે અલાયદી વ્‍યવસ્‍થાની જરૂરિયાત જણાતાં સને ૧૯૯૫માં જિલ્‍લા ન્‍યાય સહાયક વિજ્ઞાન પ્રયોગશાળાની શરૂઆત કરવામાં આવી. પ્રારંભિક તબકકે પ્રોહિબિશનને લગતા કેસોની તપાસ માટેની સુવિધા ઊભી કરવામાં આવી.

વધુ માહીતિ માટે જુઓ: ગુજરાત રાજ્યની ન્યાય સહાયક કચેરી


Leave a comment

શ્રેણીઓ