Posted by: Jay Bhatt | રવિવાર, માર્ચ 11, 2007

હૂંફ આપી ને હૂંફ મેળવવી

હૂંફ આપી ને હૂંફ મેળવવી

આઈ. આઈ. એમ, અમદાવાદના કન્ફ્લુઅન્સમાં નવેમ્બર – ૨૦૦૬ દરમિયાન વ્યાખ્યાન આપવાં આવેલાં ઈન્ફોસિસ ફાઉન્ડેશનનાં ચેરમેન, સમાજસેવિકા અને કન્નડ ભાષામાં લખતાં સુધા મૂર્તિ એ સરસ વાત કરી હતી. એમણે પૈસા નહિ, પણ માણસ માણસ વચ્ચે હૂંફ હોવી જોઈએ તે વાત પર ભાર મૂક્યો હતો. એમણે કહ્યું હતું : ‘તમને જે કંઈ સફળતા મળે તેમાંથી સમાજને પણ થોડું પાછું આપવાની તમારી ફરજ છે. બીજાને હૂંફ આપશો તો તમારી જિંદગી હૂંફાળી બનશે..જો તમે હૂંફ વગરની જિંદગી માત્ર રૂપિયા રળવા માટે જ જીવશો તો અંતે તમારી પાસે કંઈ નહીં હોય. આ આખી વાત ને દયાભાવ-પરોપકાર-દાનવીરતા જેવા ભારેખમ શબ્દોથી ઓળખવાની જરૂર નથી. આપણા જાણીતા શાયર સ્વ. અમૃત ‘ઘાયલ’ એમના એક શેરમાં એવા મતલબનું કહે છે કે ‘વેચાઈ જવાં કરતાંય વધુ વહેંચાઈ જવામાં લિજ્જત છે.’ વહેંચાઈ જવું એટલે આપણી આસપાસના લોકો સાથે ભળી જવું – આપણી પાસે જે કંઈ છે તેનો થોડો હિસ્સો બીજાઓ સુધી પહોંચે તેવી સામાન્ય માણસાઈનો જ આ ખ્યાલ છે… આ કાર્ય પોતાના નામની તખતીઓ ખોડાવવા માટે પણ કરવાનું નથી. મહત્ત્વ ધોમધખતા તડકામાં એક ખોબો પાણી ઈચ્છતા લોકો માટે નાનકડી અને અનામી પરબ બાંધવા જેવી આ સમજ છે – મહત્ત્વ પરબ ખોલવાનું છે, પરબ ખોલનાર વ્યક્તિનું નહીં.

સાભાર: દિવ્ય-ભાસ્કર, જાન્યુઆરી ૧૯, ૨૦૦૭, પાનુ ૧૨ ,  હૂંફ આપી ને હૂંફ મેળવવી, વીનેશ અંતાણી.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: