Posted by: Jay Bhatt | ગુરુવાર, માર્ચ 8, 2007

જગદીશ જોષીની એક સુંદર કાવ્ય રચના: છિન્નભિન્ન

છિન્નભિન્ન

હું એકાગ્ર ચિત્તે વાંચુ છું
સામેની બારીનો રેડિયો મારા કાનમા કંઈ ગર્જે છે
દિવાલ પર નું ઈલેક્ટ્રીક ઘડિયાળ
વર્તમાન સાથે ઘસાતું ચાલે છે
ટ્યુબ લાઈટનું સ્ટાર્ટર તમરાનું ટોળું ય કણસ્યા કરે છે
ઉઘાડા પડેલાં દરવાજાની ઘંટી
ડચકાં ભરતી ભરતી રણકે છે
ઘરનો નોકર દૂધવાળા જોડે અફવાઓની આપ લે કરે છે
પાડોશણનો અપરિચિત ચહેરો
કૂથલી ના ડાયલ ફેરવે છે
રસ્તા પરનો નાહકનો ઝઘડો
બારી વાટે મારા ઘરમાં પ્રવેશે છે.
ઓચિંતો ફ્યુઝ જતાં, લાઈટ
અંધારૂ થતાં પથરાઈ જાય છે
મારો આખો માળો અંધારો ધબ્..
નીચલે માળેથી વ્યાસ બૂમ પાડે છે
‘કાલિદાસ! તુકારામ! અલ્યા નરસિંહ! અરે, કોઈ
 ઈલેક્ટ્રિસ્યનને તો બોલાવો!’
બાજુવાળાં મીરાંબેન સ્વસ્થ અવાજે કહે છે:
‘અરે, ગિરિધર! સાંભળે છે કે-
પહેલાં મીણબત્તીતો લાવ…..’
અને મારી ચાલીમાં, મારા માળામાં,
મારા ઘરમાં, મારા દેશમા
મીણબત્તીની શોધાશોધ ચાલે છે…

હરીન્દ્ર દવે એ ‘માનસરોવર ના હંસ’ માં આ કાવ્યનું બહુ જ સુંદર રીતે વિમોચન કર્યું છે. એમનાં જ શબ્દોમાં:

“આ એક વ્યક્તિની એકાગ્રતાનો સવાલ છે?

વધું વિચાર કરતાં લાગે છે કે આખો યુગ એકાગ્ર થવાનો પ્રયત્ન કરે છે અને અજવાળું મેળવવાના એના પ્રયત્નોમાં એ અંધકાર ને નોતરી બેસે છે, અખંડ થવાના અરમાન છિન્નભિન્નતામાં સરી પડે છે. શાંતિ માટેની એની ઝંખના કોલાહલ અને સંઘર્ષમાં જ સમેટાઈ જાય છે.. ‘આ યુગ ના અંધકારને દૂર કરવા માટેની મીણબત્તી એક માત્ર ગિરિધર પાસે જ છે એ વાત મીરાં જાણે છે, એટલે એ સ્વસ્થપણે એ વાત ઉચ્ચારી શકે છે. વ્યાસ, કાલિદાસ, વગેરેની વિધ્યુત-પ્રતિભા, આખા યે યુગ ને આવરી લે એવી સર્જકતા મીરાં પાસે નથી, પણ મીરાંએ એના ગિરિધરગોપાલ પાસેથી મળેલી મીણબત્તી આજે પણ કેટલાયનાં અંતરને અજવાળતી રહી છે એ નકારી શકાય એમ નથી.”

‘માનસરોવર ના હંસ’, પૃ. ૧૧૧

‘ટહુકો’ પર વાંચો અને સાંભળો: ‘આપણે હવે મળવું નથી’  ‘ખોબો ભરીને અમે એટલું હસ્યાં’,  ‘વાતોની કુંજગલી’,   ‘ઊર્મિનો સાગર’ પર વાંચો ‘એક હતી સર્વકાલિન વાર્તા’ ,  મેઘધનુષ પર ‘વિસ્મય’, અને લયસ્તરો પર વાંચો ‘વિષમ ભોગ’

સાથે સાથે  ગુજરાતી સારસ્વત પરિચય પર વાંચો: ‘કવિ પરિચય’

Advertisements

Responses

  1. […] રચનાઓ : – 1 – : – 2 – : – 3 – : – 4 – : – 5 – : – 6 […]

  2. બહુ જ સર્વાંગ સરસ રસાસ્વાદ કરાવ્યો.
    પણ વિષાદના આ સ્વામી, મીણબતી હજુ મળી નથી એટલું કહીને અટકી જાય છે.
    અને આપણને વિચારતા કરી મૂકે છે.

  3. સુંદર કાવ્ય અને સુંદર વિવેચન! તમે બહુ સરસ કાવ્ય શોધી લાવો છો.
    વાહ જયભાઈ. બહુ સરસ!

  4. ખરી વાત છે જીજીવિષા રૂપી મીણબત્તી શોધવાનાં કેટલા ફાંફાં મારીયે છીએ, શાંતીની ખોજમાં રઝળપાટ આદરીયે છીએ.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: