Posted by: Jay Bhatt | મંગળવાર, ફેબ્રુવારી 20, 2007

અમેરિકા માં મારૂં વિદ્યાર્થી જીવન. ભાગ ૨.

ધીમે ધીમે મારાં બધાં વિષયો પૂરા થયાં પણ મારી મુખ્ય વસ્તુ જ બાકી રહી ગઈ – મારી રીસર્ચ થીસીસ. લગભગ બે વર્ષ ની મહેનત બાદ હવે વારો હતો મારા એડવાઈઝર સાથે રીસર્ચ કરવાનો. સારે નસીબે આ વખતે મને ખુબ જાણકાર અને દયાળુ સર મળ્યાં. મૂળ શ્રીલંકાના પણ તામિલ ભાષા બોલતાં મારાં સર ને બધાં ‘જીવન’ કહી ને બોલાવતાં. દરરોજ સવારે દસ- અગિયાર વાગે હું મારી લેબ માં પહોંચતો. રાત્રે લગભગ એક-બે વાગ્યા સુધી કામ કર્યું હોય એટલે સવારે વહેલાં ઉઠાય કેવી રીતે? એમને મળી ને મારે શું કરવાનું છે તે હું બરાબર સમજી લેતો. લેબ માં પાવર સીસ્ટમ પર નુ મારુ રીસર્ચ પણ એમાં ઘણું કામ તો કમ્પ્યુટર પર જ હતું. ૨૦૦x૨૦૦ મેટ્રીક્ષ (લોડ ફ્લો એનાલીસીસ) ના સોલ્યુશન ફાઈનાઈટ એલીમેંટ ની મદદ થી શોધવાનું મુશ્કેલ કામ મારા હાથ મા સોંપેલું. લગભગ ૧૯૮૭ ની આસપાસની આ વાત છે. એટલે હવે તો આ કાર્ય  ઘણું સહેલું થઈ ગયું હશે પણ ત્યારે  અમુક દિવસોએ મેં ક્દાચ ૨૦-૨૨ કલાક સતત  લેબ માં જ ગાળ્યાં હશે. મને યાદ છે મારી સાથે મારાં બીજા લેબમિત્રો રાત્રે ૧૧ વાગે ફીલાડેલ્ફીઆના ૩૦મી સ્ટ્રીટ ના સ્ટેશન પરના મેકડોનાલ્ડ્સમાં ફ્રેંચ ફ્રાઈસ ખાવાં અને કોફી પીવાં જતાં. મારાં સરનું એપાર્ટમેંટ પણ મારી નજીક જ હતું. ઘણી વાર મને એમના ઘરે લઈ જતાં ત્યારે એમના પત્નિ અમને બંને ને ખુબ ભાવથી અને મીઠાશથી સુંદર જમણ આપતાં. મારાં સર મારાં રીપોર્ટ્સ પણ ખુબ ધ્યાનથી જોતાં. પંદર મિનિટ માં આશરે દસેક પ્રશ્નોની ભેંટ મળતી. આ લખતાં લખતાં  મને ગોપાલ શાસ્ત્રી એ લખેલી ‘ચં.ચી. મારાં ગુરુ’ યાદ આવી ગઈ. હું એક શિક્ષક તરીકે ગોપાલભાઈ અને ચં.ચી.માંથી ઘણું બધું શીખું એવી મારી ભાવના છે. આ પુસ્તક વાંચતાં વાંચતાં મને વીસ વર્ષ પહેલાંનો મારો  થીસીસ નો સમય અને સંઘર્ષ યાદ આવી ગયો.

થોડુક એમાં થી લખું  છું.

‘ચં.ચી. દાદાની બાહ્યપ્રકૃતિ અને આંતરવિશ્વ આ બે વચ્ચે આસમાન-જમીન નો તફાવત! તેમની બાહ્યપ્રકૃતિ પરથી તેમના  આંતરમનનો અંદાજ કાઢવો એ ખુબ જ દુષ્કર કાર્ય હતું. … પણ તેમના મ્રુદુ-સુકુમાર હ્ર્દયની નિર્ઝરનિર્મળ લાગણીનો શીતળ સ્પર્શ જો એક્વાર થઈ ગયો તો એક વિશાળ વટવૃક્ષની શીતળ છાયામાં મળતો શાંતિપૂર્ણ અહેસાસ કહેવાય.પી.એચ.ડી ના સંશોધનકાર્યની પ્રત્યેક વિકટ ક્ષણે મેં સી.સી. દાદાના અકલ્પ્ય સથવારાનો અહેસાસ અનુભવ્યો છે. એ ત્રણ વર્ષના ગાળામા તેમના સાંનિધ્યમાં ભિન્ન ભિન્ન પ્રસંગોએ તેમની જે વિવિધ છબીઓ મેં જોઈ એની સ્મરણકથા એટલે ”ચં.ચી. મારાં ગુરુ’.’ ગોપાલ શાસ્ત્રી

મને એટલી બધી ગમી કે દરેકે દરેક શબ્દનું મનન કરવાનો પ્રયત્ન કરું છું.   (ક્રમશ)

Advertisements

Responses

  1. બહુ જ મજા આવી. મને પણ પ્રેરણા મળી- મારા જીવનમાંથી આવું કાંઇક શોધીને લખવાની.લોડ ફ્લો સ્ટડીનું નામ વાંચી રોમાંચ થઇ ગયો. પાવર સીસ્ટમ એનાલીસીસ મારો મનગમતો વિષય હતો. અને પ્રોટેક્ટીવ રીલેઝ
    હવે કાંઇક કરવું જ પડશે. તું મારા ગુરુપદે.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: