Posted by: Jay Bhatt | શુક્રવાર, ફેબ્રુવારી 16, 2007

અમેરિકા માં મારૂં વિદ્યાર્થી જીવન

અમેરિકા માં મારૂં વિદ્યાર્થી જીવન

અહીં ફીલાડેલ્ફીઆ માં આવ્યાને એકાદ મહિનો થયો હશે ત્યારની આ વાત. ડ્રેક્ષેલ યુનિવર્સિટીમા ઈલેક્ટ્રીકલ એંજીનીયરીંગ મા ગ્રેડ્યુએટ સ્ટુડંટ તરીકે માટે મુંબઈ થી નવો નવો આવેલો. બહુજ સહેલાઈથી ભણાશે એવી અપેક્ષાએ નીકળેલો. પહેલાં બે અઠવાડિયા તો એપાર્ટમેન્ટ અને રૂમ મેટ શોધવામાં જ ગયા. શુધ્ધ શાકાહારી એટલે રૂમ મેટ પણ શાકાહારી જ મળે એવી ઈચ્છા પણ ખરી. ગુજરાતી વિદ્યાર્થી માં તો હું એકલો જ અને આમે હું જુદાં જુદાં અનુભવો મળે એમાં માનનારો  એટલે ભારત ના જ બીજા ત્રણ રૂમ મેટો મારા મિત્ર બન્યા. બધાં જ શાકાહારી અને જ્યારે પાથમાર્ક માં પ્રથમ વખત શાકભાજીનો વિભાગ જોયો ત્યારે મન માં નક્કી થઈ ગયું કે અહીં ખાવાની બાબતનો પ્રશ્ન ઉકેલાઈ ગયો છે; પણ બનાવશે કોણ? કેવી રીતે? થોડું નીકળતા પહેલાં મારી મમ્મી એ શીખવાડેલું. અમે બધાં એ વારાફરતી બનાવવાનું નક્કી કર્યું. મારાં બે મિત્રો બેંગલોરના અને એમને ખાસ્સુ બનાવતાં આવડે;સંભાર ખુબ જ સરસ બનાવે. હજી પણ યાદ આવે છે એમના હાથના બનાવેલા ઈડલી અને સંભાર. ઊપમા પણ સરસ બનાવે. ગુજરાતી દાળ-ભાત અને જેવું આવડે એવું શાક હું બનાવવાની કોશીશ કરતો. રાત્રે નવ વાગે આવ્યાં પછી સાથે બેસી ને ખાવાની ખુબ મજા પડતી. એ જમાના માં નેટનો તો સવાલ જ ન હતો; અને ભારત માં ફોન કરવો હોય તો મિનિટના $૧.૨૯ જેટલો ભાવ. પત્ર લખી ને જ અહીં ના સમાચાર જણાવતાં. લાયબ્રેરી માં પાર્ટ ટાઈમ કામ કરવાથી થોડાં ઘર ખરચ ના પૈસા મળી રહેતાં. કેમ પૈસા બચાવવાં એની નવી તરકીબો શોધવામાં ઘણો સમય કાઢતાં. અહીં ભણવાની પદ્ધતી પ્રમાણે પ્રોબ્લેમ સોલ્વીંગ પર ખુબ ભાર અપાતો; હોમવર્ક પણ ખુબ અઘરૂં; કવાર્ટર સીસ્ટમ  (દસ અઠવાડિયામાં ત્રણ વિષયોની છ પરીક્ષાઓ અને હોમવર્ક તો જુદાં..લગભગ ૧૮ કલાક ભણવાં માં જતાં કારણકે ફક્ત વાંચવાથી પાસ થવાય એમ હતું જ નહીં; વિચાર, બુદ્ધિ અને આવડત પર ખુબ ભાર મુકાતો. શનિ-રવિ માં પણ  મોટે ભાગે ક્લાસના વિદ્યાર્થીઓ સાથે ગ્રુપ મીટીંગ માં અને પછી ભણવાં માં સમય પસાર થતો. પાસ તો થઈ ગયાં પણ ‘સહેલાઈથી ભણાશે’ એવાં વિચારો કાયમ માટે અદ્રશ્ય થઈ ગયાં.

Advertisements

Responses

  1. હું તો કદી ઘર બહર રહીને ભણ્યો નથી , પણ મારા દીકરાના અનુભવો યાદ આવી ગયા !
    આવી સરસ પોસ્ટની સાથે તે સમયની તારીખ , કમ સે કમ મહીનો અને વર્ષ આપે તો?

  2. Very true. Very interesting post.
    Keep it up.

  3. india -students shoud know how trouble to study.they spend their time to find way how to pass without working.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: