Posted by: Jay Bhatt | મંગળવાર, ફેબ્રુવારી 13, 2007

હું જ ગુંજ્યા કરૂં પડઘા જેવો

અઝીઝ ટંકારવી ની ગઝલ નાં મેઘધનુષ માં થી (પૃ. ૪૩-૪૫)

હું જ ગુંજ્યા કરૂં પડઘા જેવો

મૌન નો મહિમા વીસરી જવાની સજા પ્રદૂષણ ના રૂપમાં નોતરી બેઠા છીએ. શોરબકોર આપણને કોઠે પડી ગયો છે, પણ કૂવાથાળે કે ખીણમાં થી આપણાં જ બોલાયેલા શબ્દો ના પડઘાનો ધ્વનિ સાંભળવાનું આપણને ઘેલું લગાડે છે. મને હજી પણ દૂર દૂર ખેતરો માં થી દોડી જતી અને ચોમાસાં ના વાદળો માંથી ભીની ટ્રેન ના પડઘા સંભળાયા કરે છે. તમને કોના પડઘા સંભળાય છે? પડઘાની મીઠાશ કેવી હોય?

મનોજ ખંડેરિયા લખે છે

ભેખડ તૂટી પડે અચાનક જો મૌનની,
પડઘો બીજાને ચોતરફ પથરાઈ જાય ખીણ.

તો ઓજસ પાલનપૂરીના શબ્દોમાં

એ જુદી વસ્તુ છે કે સૌને સંભળાતા નથી,
મૌનની પાછળ નહીં તો હોય છે પડઘા ઘણાં.

કીરિટ ગોસ્વામી લખે છે

જિંદગી માં જોઈએ શું એ પછી?
એક તારી યાદનો પડઘો મળે.

અને છેલ્લે અહમદ ‘ગુલ’ નો એક શેર

મૌન પડઘાયા કરે,
શબ્દ સંતાયા કરે.

પડઘા વિષે તમે કોઈ શેર, કાવ્ય કે ગીત જાણતાં હો કે તમારી કોઈ લખેલી રચના હોય તો જરૂરથી લખશો.

Advertisements

Responses

  1. તારો વિચાર સરસ છે, પણ આવી શોધ અને સર્જન ની પ્રવૃત્તિ આપણે એક જ બ્લોગ પર રાખીએ તો? ઉર્મીનો બ્લોગ હવે બહુ સરસ પ્લેટફોર્મ થયો છે. હું યાદ અને સંશોધન કરીને ઘણા પડઘા જણાવીશ .


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: