Posted by: Jay Bhatt | શુક્રવાર, જાન્યુઆરી 26, 2007

હમારા રાહ – કલાપી ની ગઝલ

હમારા રાહ – કલાપી ની ગઝલ

કલાપી નો કેકારવઃ પૃઃ ૧૦૧

કટાયેલું અને બુઠું ઘસીને તીક્ષ્ણ તેં કીધું
કર્યું પાછું હતું તેવું, અરે દિલબર! હ્ર્દય મારું!
ગમીના જામ પી હરદમ, ધરી માશૂક! તને ગરદન;
ન ખંજરથી કર્યા ટુકડા, ન જામે ઈશ્ક પાયો વા!

પછી બસ મસ્ત દિલ કીધું, ઉઘાડી ચશ્મ મેં જોયું;
સિતમગર હોય તું મારો, ખરો ઉસ્તાદ છે પ્યારો!
ગુલોમેં બાગ ના તોડી, દીધાં સૌ ધૂળમાં ચોળી;
બિછાનું ખારનું કીધું, ઉપર લોટી રહ્યો તે હું!

મુબારક હો તમોને આ, તમારા ઈશ્કના રસ્તા;
હમારો રાહ ન્યારો છે, તમો ને જે ન ફાવ્યો તે!
તમારા માર્ગમાં મજનૂ અને લૈલી શીરી ફરહાદ-
ચિરાયેલાં કપાયેલાં, પડ્યાં છે લોહીથી ભીનાં!

ગુલામો કાયદાના છો, ભલા એ કાયદો કોનો!
ગુલામો ને કહું હું શું? હમારા રાહ ન્યારા છે!
મને ઘેલો કહી, લોકો! હજારો નામ આપે છે;
હમો મનસૂરના ચેલા, ખુદાથી ખેલ કરનારા!

નહિ જાહોજલાલીના,નહિ કીર્તિ, ન ઉલ્ફતના-
હમે લોભી છીએ, ના, ના! હમારા રાહ ન્યારા છે!
તમારી બેવફાઈના, હરામી ને હલાલીના-
ચીર્યા પડદા હમે ન્યારા, હમારા રાહ ન્યારા છે!

હમે મગરૂર મસ્તાના, બિયાબામાં રઝળનારા!
ખરા મહબૂબ સિંહો ત્યાં હમારા રાહ છે ન્યારા!
કુરંગો જ્યાં કૂદે ભોળાં, પરિંદાના ઊડે ટોળાં;
કબૂતર ઘુઘવે છે જ્યાં, હમારા મ્હેલ ઉભા ત્યાં.

લવે છે બેત નદીઓ જ્યાં,ગઝલ હરખત રહ્યાં ગાતાં;
હમે ત્યાં નાચતા૬ નાગા, હમારા રાહ છે ન્યારા!
તમારા કૃષ્ણ ને મોહમદ તમારા માધ, કાલિદાસ;
બિરાદર એ બધાં મારા, હમારા રાહ છે ન્યારા!

હતાં મહેતો અને મીરાં, ખરાં ઈલ્મી, ખરાં શૂરાં;
હમારા કાફલામાં એ, મુસાફર બે હતાં પૂરાં!
પૂજારી એ હમારાં ને હમો તો પૂજતા તેને;
હમારાં એ હતાં માશૂક, હમો તેના હતા દિલબર!

તમારા રાહજદ્વારોના ખૂની ભપકા નથી ગમતાં;
મતલબની મુરવ્વત ત્યાં, ખુશામદના ખજાના જ્યાં!
હમો તમને નથી અડતાં, હમોને છેડશો કો ના!
લગાવી શૂલ હૈયે મે, નિચોવી પ્રેમ દીધો છે!

હવાઈ મ્હેલના વાસી, હમે એકાન્તદુ:ખવાહી!
હમોને શોખ મરવાનો, હમારો રાહ છે ન્યારો!
ખુવારીમાં જ મસ્તી છે, તમે ના સ્વાદ ચાખ્યો એ;
હમોને તો જગત ખારું થઈ ચૂક્યું થઈ ચૂક્યું !

કલાપી વિષે નો પરિચય વાંચોઃ કવિ પરિચય માં

‘કલાપી’ તખલ્લુસ નો કોઈ અર્થ સમજાવશો? ‘બેત’ બિયાબા’ અને ‘મુરવ્વત’ એ શબ્દો પણ મને કઇ સમજાયા નહિ.

Advertisements

Responses

  1. કલાપી એટલે મોર…

  2. […] […]

  3. પહેલાતો તમને અભિનંદન સારું વાંચન પીરસવા બદલ॰ કલાપી મારા માનીતા કવિ છે॰ કલાપીને સમજવા એમનો”કલાપીનો કેકારવ” બરાબર વાચવો જોઇયે॰અને ત્યારેએમને કઈકસમજી શકાય॰ મજા આવીગઈ ભાઈ॰॰ ફરી આભાર અને અભિનંદન॰**
    ****જયેશ શુક્લ॰”નિમિત્ત”વડોદરા-23॰….01॰03॰2013॰

  4. […] […]


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: