બાળપણ ના સંસ્મરણો ઘણી વખત યાદોની લહેરો બની મન ના માનસપટ પર સ્મરણયાત્રા બની ને અવારનવાર ભુતકાળની મીઠી અનૂભુતિ કરાવે છે. નાનો હતો ત્યારથી જ ફૂલો અને ગુલાબ નો બહુ શોખ. ઘરે રંગબેરંગી ગુલાબોના છોડ- લાલ, ગુલાબી અને પીળાં પણ ખરાં… મારાં નાનકડાં બાળમાનસ પર એક વિચારે આકાર લીધો કે બે દિવસ માં બધાં જ છોડ પર ઘણાં બધાં ગુલાબ ઉગે..એટલે એક રાત્રે ઘણું બધું ખાતર કોઈ ને પણ ખબર પડ્યાં વગર નાંખી દીધું..આનંદ થી પછી સુઈ ગયો.. સવારે ઘણી અપેક્ષાઓ સાથે બહાર કુંડામાં નજર નાંખી ત્યારે મારાં જીવન નો પ્રથમ આંચકો અનુભવ્યો.. બધાં જ છોડો નિશ્ચેતન બની ગયાં હતાં. ત્યારે હું કદાચ ચોથાં ધોરણમાં ભણતો હોઈશ. મારાં પ્રિય ગુલાબોના વિરહમાં મારી પ્રથમ કવિતાનુ નિર્માણ થયું. બધાં શિક્ષકોએ અને ઘરે બધાંએ ખુબ વખાણી. કોલેજ માં અને વધુ અભ્યાસ માં મેં કવિતાને તરછોડી. પણ ‘ટહુકો’, ‘ઊર્મિસાગર્’ અને ‘ગુજરાતી બ્લોગ્સ’ મારી સાહિત્યરૂચી ની સહારે આવ્યાં. એ પ્રેરણાંના સ્ત્રોતે ‘બંસીનાદ‘ નું નિર્માણ કરી મારાં અસ્તિત્વ ના ઉત્સવમાં નિર્વ્યાજ પ્રેમ નો ઉમેરો કર્યો.
Posted by: Jay Bhatt | મંગળવાર, જાન્યુઆરી 23, 2007
બાળપણ ના સંસ્મરણો
Advertisements
Posted in થોડું ઈશ્વરપ્રેરીત, થોડુંક મારાં વિષે, મારૂં સર્જન, સ્નેહના અમૃતબિંદુ
જયભાઇ, જ્યારે અંતરની ઊર્મિ ઘવાવાથી જે સ્ફૂરી જાય છે, ત્યારે અનાયાસે રચાઇ ગયેલું કવિતારૂપી ઊર્મિનું એ શબ્દ-ચિત્ર ખૂબ જ સુંદર અને ભાવવાહી બને છે!
તમારી પહેલી કવિતા યાદ કરીને ફરીથી જરૂર લખશો… અને એ બિલકુલ યાદ નહીં આવે તો એ પછી એ યાદના સ્મરણોની જ એક કવિતા લખી દેજો!! 🙂
By: UrmiSaagar on મંગળવાર, જાન્યુઆરી 23, 2007
at 3:30 p
આ સરસ વાત કરી. પોતાના અંગત જીવનની યાદોને વહેંચવાનું હંમેશા અઘરું હોય છે.
By: Dhaval on બુધવાર, જાન્યુઆરી 24, 2007
at 9:16 p