Posted by: Jay Bhatt | રવિવાર, ડિસેમ્બર 24, 2006

થોડુંક મારાં વિષે

મારું નામ જય. હું ફિલાડેલ્ફિઆ ની ડ્રેક્ષેલ યુનિવર્સિટી ની એન્જિનિયરીંગ લાયબ્રેરી માં સલાહકાર તરીકે સેવા આપું છું. મને કવિતા વાંચવાનો, ગુજરાતી નાટકો જોવાનો અને નિબંધો લખવાનો ખૂબ શોખ છે. ગુજરાતી ભાષા અને આપણી ગરવી ગુજરાત ની કઈ  રીતે સેવા કરી શકું – મારા જીવન ની એક મહત્વાકાંક્ષા. ગાંધીજી ના આદર્શો અને એમણે તેમ જ એમના વિષે લખાયેલા વિચારોનું સાહિત્યનું સર્જન ‘બંસીનાદ’ પર મુકવાની મારી પ્રબળ ઈચ્છા છે. આશા છે કે બહુ જ નજીક ના ભવિષ્યમાં ગાંધીજીનું ડીજીટલ કલેકશન તમારી સમક્ષ લાવી શકીશ.

Advertisements

Responses

 1. ગુજરાતી નેટ જગતમાં આપનું સ્વાગત છે.

  આશા છે, તમે આપણી માતૃભાષાના પ્રચાર અને પ્રસારમાં મદદરૂપ થશો. ગુજરાતી ભાષામાં બ્લોગ રચીને તમે પ્રથમ કદમ ઉઠાવ્યું છે. નિયમિત રીતે કાંઈ અનોખું, શક્ય હોય તો થોડું ઘણું ય મૌલિક લેખન કરી શકો તો સારું. શુભેચ્છાઓ!

  …હરીશ દવે અમદાવાદ
  મધુસંચય http://gujarat1.wordpress.com

 2. ગુજરાતી બ્લોગજગતમાં હાર્દિક સ્વાગત…

  અમીઝરણું…
  http://amitpisavadiya.wordpress.com

 3. your link is added at my page
  –> http://amitpisavadiya.wordpress.com/gujarati-blog-world/

  અમીઝરણું…
  http://amitpisavadiya.wordpress.com

 4. your wordings are really cool
  try to write on every sunday…

  keep update ur blog, it gives you more readers

 5. આપનું ગુજરાતી બ્લોગમાં સ્વાગત છે.
  ખૂબ ખૂબ શુભેચ્છાઓ
  નીલા કડકિઆ
  મેઘધનુષ
  http://shivshiva.wordpress.com/

 6. જયભાઇ, તમારી કૉમેન્ટ માટે આભાર. તમારો બ્લૉગ ખુબ સરસ છે. અને હા, તમારુ મરાઠી પણ. સાને ગુરુજીનુ પુસ્તક વાંચી શકો એટલુ મરાઠી જો તમે જાણતા હો, તો એ મારા મરાઠી જ્ઞાન કરતા કેટલાય ગણુ વધારે છે. તમે એ રીતે સવાયા મરાઠી છો. 🙂

 7. Welcome to the world of gujarati blogs!

  Congrats for your new blog and hoping to enjoy reading it…

  Regards…

 8. I checked out your blog. It is very good. Please try to write somethings about life in USA for Indian audience and life in India for US audience.

 9. ati sundar blog ni rachnaa karee chhey. maarey paN blog rachvo chhey – parantu tey kem karvoon tenee jaaNkaaree nathee – madad karee shak sho?

 10. welcome to gujarati blogworld…!..

 11. ખૂબ સરસ બ્લોગ છે, વિચારોને લખી એને ફરીથી માણવાનો લ્હાવો જ કંઇક જુદો છે. આપણને કો’ક વાર આપણું ખરું પ્રતિબિંબ બતાવી દે. ‘બંસીનાદ’ની લીંક ‘તણખાં’ માં ઉમેરી દીધી છે.

 12. Jaybhai, I tried to send following message via e-mail, but it failed. Please delete the comment after reading if you think it does not fit here.

  જયભાઈ,

  તમારી કમેન્ટ માટે આભાર!

  મેં જીવનમાં એક એવો તબક્કો જોયો છે જ્યારે મને ખૂબ અંતઃસ્ફુરણા થતી અને બધી સાચી જ પડતી. ૨૦૦૧ માં હું IIT Delhi મા M.Tech. માટે interview આપવા ગયો. ત્યાં ગયો અને મને ખબર પડી ગઈ હતી કે મારે આ જગ્યા સાથે કોઈ ઋણાનુબંધ બાકી છે. મારે અહીં રહેવાનું છે. Interview ના દિવસે જે professor ત્યાં ઊભા હતા એમને જોયા અને લાગ્યું કે આમની સાથે કોઈક તો સંબંધ છે. ત્યારે અછાંદસ કવિતા લખતો એટલે લખ્યું હતું કે અજાણી આંખમાં ઈજન છે, અજાણ્યા ચહેરાઓમાં સ્વજન છે. અને ત્યારબાદ એ બધું જ સાચું પડ્યું. મેં IIT માં લગભગ અઢી વર્ષ કાઢ્યાં. જે પ્રોફેસર મને જાણીતા લાગ્યા હતા એ જ મારા project guide પણ બન્યાં.

  જો તમે philosophy ના શોખીન હશો તો તમને સુક્ષ્મ વિશ્વ (subtle plane of reality) વિશે કદાચ ખ્યાલ હશે. એક વિશ્વ એવું પણ છે જે શરીરથી પર છે. જે મનોમય છે. એ વિશ્વના પ્રવાહો સાથે tune થઈએ એટલે આપણને અંતઃસ્ફુરણા થતી હોય છે. આ બહુ સામાન્ય અનુભવ છે. આપણે જે વાત કરીએ છીએ એ પ્રકારની કેટલીય વાતો મેં અન્ય ઘણા લોકો પાસેથી સાંભળી છે. તો મને ખરેખર એમ લાગે છે કે અજાણી આંખના ઇજન કે અજાણ્યા ચહેરાઓમાં સ્વજન ઓળખવા શક્ય છે. ફક્ત એ માટે આપણે અંદરથી શાંત હોવું જરૂરી છે.

  આપનો,
  હેમંત

 13. ડિજિટલ ગાંધીજી તમારા બ્લોગ પર મૂકીને તમે ઘણું મોટું કામ કર્યું છે. અભિનંદન.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: