Bansinaad http://bansinaad.wordpress.com In this virtual space, various aspects of Gujarati sahitya, ways of encouraging our youth to Keep Gujarati bhasha or language alive, developments in Gujarat, information technology, legacy of Gandhiji, and our sanskriti will be discussed. Thu, 15 May 2008 05:28:46 +0000 http://wordpress.org/?v=MU gu કલેકટેડ વર્ક્સ ઓફ મહાત્મા ગાંધી http://bansinaad.wordpress.com/2008/05/12/gandh/ http://bansinaad.wordpress.com/2008/05/12/gandh/#comments Mon, 12 May 2008 06:12:14 +0000 bansinaad http://bansinaad.wordpress.com/2006/12/26/%e0%aa%95%e0%aa%b2%e0%ab%87%e0%aa%95%e0%aa%9f%e0%ab%87%e0%aa%a1-%e0%aa%b5%e0%aa%b0%e0%ab%8d%e0%aa%95%e0%ab%8d%e0%aa%b8-%e0%aa%93%e0%aa%ab-%e0%aa%ae%e0%aa%b9%e0%aa%be%e0%aa%a4%e0%ab%8d%e0%aa%ae/

કલેકટેડ વર્ક્સ ઓફ મહાત્મા ગાંધી
લગભગ ૪૦૦ થી ૫૦૦ પૃષ્ઠ નું દરેક વોલ્યુમ એવાં ૯૮ - તમને અહીં વાચવાં મળશે. એક વોલ્યુમ જોયાં પછી બીજું જોવું હોય તો તમારે ફરી થી મુખ્ય વેબ સાઈટ પર જવું પડશે અને પછી જે વોલ્યુમ જોવું હોય તેની પર ક્લીક કરો.
અહીં ક્લીક કરો: કલેકટેડ વર્ક્સ ઓફ મહાત્મા ગાંધી

]]>
http://bansinaad.wordpress.com/2008/05/12/gandh/feed/ bansinaad
અખિલટીવી - ગુજરાતી ભાષાના વિડિયો દ્વારા ગુજરાતનુ જીવન દર્શન http://bansinaad.wordpress.com/2008/05/08/akhiltv/ http://bansinaad.wordpress.com/2008/05/08/akhiltv/#comments Thu, 08 May 2008 04:48:25 +0000 bansinaad http://bansinaad.wordpress.com/?p=267

વિશ્વભરમાં વસતા ગુજરાતી ભાષા જાણનારા સૌને માટે ગુજરાતી ભાષાના વિડિયો દ્વારા ગુજરાતનુ જીવન દર્શન કરાવતી અખિલભાઈની વેબસાઇટ પર પહોચવા અહી ક્લીક કરો:  અખિલટીવી

અંતરના ઉંડાણમાંથી
દિલની વાત, દિમાગથી - અખિલભાઈ સુતરીઆના બ્લોગ પર જુઓ: કાવેરીને કિનારે અને જીવનયાત્રા
ખૂબ જ પ્રશંસનીય પ્રયોગ, અખિલભાઈ.

 

]]>
http://bansinaad.wordpress.com/2008/05/08/akhiltv/feed/ bansinaad
ગુજરાત નું એક ગામડું - ડીજીટલ ડીવાઇડ પુરવાં તરફ આગેકુચ http://bansinaad.wordpress.com/2008/05/04/%e0%aa%97%e0%ab%81%e0%aa%9c%e0%aa%b0%e0%aa%be%e0%aa%a4-%e0%aa%a8%e0%ab%81%e0%aa%82-%e0%aa%8f%e0%aa%95-%e0%aa%97%e0%aa%be%e0%aa%ae%e0%aa%a1%e0%ab%81%e0%aa%82-%e0%aa%a1%e0%ab%80%e0%aa%9c%e0%ab%80/ http://bansinaad.wordpress.com/2008/05/04/%e0%aa%97%e0%ab%81%e0%aa%9c%e0%aa%b0%e0%aa%be%e0%aa%a4-%e0%aa%a8%e0%ab%81%e0%aa%82-%e0%aa%8f%e0%aa%95-%e0%aa%97%e0%aa%be%e0%aa%ae%e0%aa%a1%e0%ab%81%e0%aa%82-%e0%aa%a1%e0%ab%80%e0%aa%9c%e0%ab%80/#comments Sun, 04 May 2008 07:30:50 +0000 bansinaad http://bansinaad.wordpress.com/2006/12/31/%e0%aa%97%e0%ab%81%e0%aa%9c%e0%aa%b0%e0%aa%be%e0%aa%a4-%e0%aa%a8%e0%ab%81%e0%aa%82-%e0%aa%8f%e0%aa%95-%e0%aa%97%e0%aa%be%e0%aa%ae%e0%aa%a1%e0%ab%81%e0%aa%82-%e0%aa%a1%e0%ab%80%e0%aa%9c%e0%ab%80/

હિમંતનગર જીલ્લાનાં એક ગામડાં માં ગ્રામપંચાયત કેવી રીતે ટેક્નોલોજી માં આગળ વધવાંનો પ્રયત્ન કરે છે તે જાણવાં વાંચોઃ

વિલેજ મેનેજીસ તો બ્રીજ ડીજીટલ ડીવાઇડ

]]>
http://bansinaad.wordpress.com/2008/05/04/%e0%aa%97%e0%ab%81%e0%aa%9c%e0%aa%b0%e0%aa%be%e0%aa%a4-%e0%aa%a8%e0%ab%81%e0%aa%82-%e0%aa%8f%e0%aa%95-%e0%aa%97%e0%aa%be%e0%aa%ae%e0%aa%a1%e0%ab%81%e0%aa%82-%e0%aa%a1%e0%ab%80%e0%aa%9c%e0%ab%80/feed/ bansinaad
ખંડાલાનું સૌંદર્યં ચરમસીમાએ-ચોમાસામાં http://bansinaad.wordpress.com/2008/04/30/%e0%aa%96%e0%aa%82%e0%aa%a1%e0%aa%be%e0%aa%b2%e0%aa%be%e0%aa%a8%e0%ab%81%e0%aa%82-%e0%aa%b8%e0%ab%8c%e0%aa%82%e0%aa%a6%e0%aa%b0%e0%ab%8d%e0%aa%af%e0%aa%82-%e0%aa%9a%e0%aa%b0%e0%aa%ae%e0%aa%b8%e0%ab%80/ http://bansinaad.wordpress.com/2008/04/30/%e0%aa%96%e0%aa%82%e0%aa%a1%e0%aa%be%e0%aa%b2%e0%aa%be%e0%aa%a8%e0%ab%81%e0%aa%82-%e0%aa%b8%e0%ab%8c%e0%aa%82%e0%aa%a6%e0%aa%b0%e0%ab%8d%e0%aa%af%e0%aa%82-%e0%aa%9a%e0%aa%b0%e0%aa%ae%e0%aa%b8%e0%ab%80/#comments Wed, 30 Apr 2008 07:29:25 +0000 bansinaad http://bansinaad.wordpress.com/2007/01/07/%e0%aa%96%e0%aa%82%e0%aa%a1%e0%aa%be%e0%aa%b2%e0%aa%be%e0%aa%a8%e0%ab%81%e0%aa%82-%e0%aa%b8%e0%ab%8c%e0%aa%82%e0%aa%a6%e0%aa%b0%e0%ab%8d%e0%aa%af%e0%aa%82-%e0%aa%9a%e0%aa%b0%e0%aa%ae%e0%aa%b8%e0%ab%80/

ચોમાસાંનું કુદરતી સૌંદર્ય માણવાં ખંડાલા-લોનાવલાં અમે ઘણી વખત જતાં. મારી પ્રાર્થના રહેતી કે  ખુબ વરસાદ પડે, નદી નાળાં છલકાઈ જાય અને સાથે સાથે આભ ને ચુમતાં વાદળો મન મુકી ને પોતાને સુંદરતા વિખેરે.  અસંખ્ય ધોધ નાનાં મોટાં ડુંગરાઓ માંથી માર્ગ કાઢતાં કાઢતાં, ખળ ખળ વહેતી નદીઓમાં સમાવા અને પછી અરબી સમુદ્ર તરફ ધસમસતાં જોતાં નિહાળવાં એટલે જાણે દુનિયાભરની સુંદરતાને મનનાં અરીસામાં હમેશ માટે કંડારી હ્ર્દય માં સ્થાપી કુદરતને પામવું. ખંડાલા જવાં માટે મારી માનીતી ‘ડેક્કન ક્વીન’ ટ્રેન માં હું બેસતો તે પણ બારી પાસે જ.સહ્યાદ્રીનાં પર્વતોને વિંધી ને આગળ વધતી ટ્રેનની બારી માંથી મદમસ્ત વાદળો મને મળવાં આતુર જણાતાં. બારી માંથી હાથ કાઢી એ ભીનાં વાદળોને સ્પર્શવાનો આનંદ કઈંક અનેરો જ હતો. ઈંડિઅન રેલ્વે ફેન ક્લબ ની વેબ સાઈટ પર થી એ સુંદરતા નો થોડો અનુભવ કરો:મંકી હીલ અને ખંડાલા
 
જયશ્રી એ એનાં ટહુકામાં મુકેલુ મુકેષ જોશી નું ‘વરસાદ’ ગીત યાદ આવી ગયું. એમાં મે કઈંક આવા પ્રતિભાવો આપ્યાં હતાં.

મુકેશ જોષી નું આ ગીત કુદરતી સૌંદર્ય ના સ્વરુપે મન ની લાગણીઓ ને વાચા આપતું લાગે છે.’લીલાછમ પાંદડા’ અને એ પણ પાછા ‘મલકતાં’, ‘ધરતી’, ‘વરસાદ’, ‘ડુંગરાઓ’,’દરીઓ’, ‘નદી’ અને ‘આભ’ - એ બધાં ને મેં મારી આંખો માં સમાવી દીધાં ત્યારે ખંડાલા-લોનાવલા માં ગાળેલાં ચોમાસા ના ત્રણ દિવસો યાદ આવી ગયાં. ફરક એટલો જ કે ત્યાં અસંખ્ય નાનાં ઝરણાંઓ અને તેજગતી એ ઉછળતાં ધોધ - નદીઓ ને મળવાં બેચેન જણાયાં.
નિહાળો: ખંડાલા માં વરસાદ    અને વાદળોનો અભિસાર

]]>
http://bansinaad.wordpress.com/2008/04/30/%e0%aa%96%e0%aa%82%e0%aa%a1%e0%aa%be%e0%aa%b2%e0%aa%be%e0%aa%a8%e0%ab%81%e0%aa%82-%e0%aa%b8%e0%ab%8c%e0%aa%82%e0%aa%a6%e0%aa%b0%e0%ab%8d%e0%aa%af%e0%aa%82-%e0%aa%9a%e0%aa%b0%e0%aa%ae%e0%aa%b8%e0%ab%80/feed/ bansinaad
મારી એક મહત્વાકાંક્ષા - ભારત અને સાથે સાથે ગુજરાતના ઇન્ફોર્મેશન ને લગતાં પ્રોજેકટ્સ http://bansinaad.wordpress.com/2008/04/30/%e0%aa%ae%e0%aa%be%e0%aa%b0%e0%ab%80-%e0%aa%8f%e0%aa%95-%e0%aa%ae%e0%aa%b9%e0%aa%a4%e0%ab%8d%e0%aa%b5%e0%aa%be%e0%aa%95%e0%aa%be%e0%aa%82%e0%aa%95%e0%ab%8d%e0%aa%b7%e0%aa%be-%e0%aa%ad%e0%aa%be/ http://bansinaad.wordpress.com/2008/04/30/%e0%aa%ae%e0%aa%be%e0%aa%b0%e0%ab%80-%e0%aa%8f%e0%aa%95-%e0%aa%ae%e0%aa%b9%e0%aa%a4%e0%ab%8d%e0%aa%b5%e0%aa%be%e0%aa%95%e0%aa%be%e0%aa%82%e0%aa%95%e0%ab%8d%e0%aa%b7%e0%aa%be-%e0%aa%ad%e0%aa%be/#comments Wed, 30 Apr 2008 05:22:46 +0000 bansinaad http://bansinaad.wordpress.com/2007/01/04/%e0%aa%ae%e0%aa%be%e0%aa%b0%e0%ab%80-%e0%aa%8f%e0%aa%95-%e0%aa%ae%e0%aa%b9%e0%aa%a4%e0%ab%8d%e0%aa%b5%e0%aa%be%e0%aa%95%e0%aa%be%e0%aa%82%e0%aa%95%e0%ab%8d%e0%aa%b7%e0%aa%be-%e0%aa%ad%e0%aa%be/

આપણે અહીં ઈટરનેટ અને નવી નવી ટેકનોલોજી વડે જ્યારે ખુબ આગળ વધી રહ્યાં છે ત્યારે હજી પણ આપણાં ભારત દેશમાં હજારો ગામડાંઓ છે જ્યાં નાનાં નાનાં બાળકોએ કોમ્પયુટર પણ જોયાં નથી. તો ઈટરનેટની તો શું વાત કરવી? ગયાં વર્ષે હું એંડી કારવીનની ડીજીટલ ડીવાઈડ નેટવર્ક વિષે વાકેફ  થયો અને એની પર મેં મારી ઇન્ફોરમેશન ઈનીશીએટીવ્સ ઇન ઇંડિયાની કમ્યુનીટી શરું કરી. એનો એક બ્લોગ પણ શરું કર્યોં. એજ આશાએ કે વિવિધ ઇન્ફોરમેશન ને લગતાં પ્રોજેક્ટ્સ ની વિગતો આપણે જાણી શકીએ અને સાથે સાથે ભારત અને ગુજરાતના ગામડાંઓમાં ભણતરની ક્રાંતિ લાવવાંમાં આપણું કંઈક યોગદાન આપી શકીએ. આ માટે તમારાં સાથની બહુ જ જરૂર છે. બોલો, આપશોને?

]]>
http://bansinaad.wordpress.com/2008/04/30/%e0%aa%ae%e0%aa%be%e0%aa%b0%e0%ab%80-%e0%aa%8f%e0%aa%95-%e0%aa%ae%e0%aa%b9%e0%aa%a4%e0%ab%8d%e0%aa%b5%e0%aa%be%e0%aa%95%e0%aa%be%e0%aa%82%e0%aa%95%e0%ab%8d%e0%aa%b7%e0%aa%be-%e0%aa%ad%e0%aa%be/feed/ bansinaad
મારા સ્વપ્‍નનું ભારત - ગાંધીજીના શબ્દોમાં http://bansinaad.wordpress.com/2008/04/28/gurjari/ http://bansinaad.wordpress.com/2008/04/28/gurjari/#comments Mon, 28 Apr 2008 05:46:37 +0000 bansinaad http://bansinaad.wordpress.com/?p=266

ગુર્જરીની નવી વેબ સાઈટ પર વાંચો: મારા સ્વપ્‍નનું ભારત અને ગાંધી કોર્નર

“માતૃભાષા અને વિશ્વભાષા
હું મારા ઘરની આસપાસ દીવાલ ચણી લેવા તથા મારી બારીઓ બંધ કરી દેવા નથી માગતો. મારા ઘરની આસપસ સઘળા દેશોની સંસ્કૃતિના પવનની લહેરીઓ છૂટથી વાતી રહે એમ હું ઈચ્છું છું. પણ પવનની એવી કોઈ લહેરી દ્વારા જમીનથી અધ્ધર થઈ જવાનો હું ઈનકાર કરું છું. સાહિત્યમાં રસ ધરાવતાં આપણા તરૂણ સ્ત્રી-પુરુષો અંગ્રેજી ભાષા તેમ જ બીજી વિશ્વભાષાઓ પેટ ભરીને શીખે એમ હું ઈચ્છું છું. અને પછી તેઓ જગદીશચંદ્ર બોઝ, પ્રફુલ્લચંદ્ર રોય અને કવિવર રવિન્દ્રનાથ ટાગોરની પેઠે પોતાના અભ્યાસનો લાભ હિંદને તથા દુનિયાને આપે એવી તેમની પાસેથી અપેક્ષા રાખું છું. પરંતુ એક પણ હિંદવાસી પોતાની માતૃભાષાને ભૂલે, તેની અવગણના કરે કે તેનાથી શરમાય અથવા પોતાની માતૃભાષામાં પોતે વિચાર કરી શકતો નથી કે પોતાના વિચારો સારામાં સારી રીતે દર્શાવી શકતો નથી એમ તેને લાગે, એમ હું ઈચ્છતો નથી.”

 

]]>
http://bansinaad.wordpress.com/2008/04/28/gurjari/feed/ bansinaad
નદી કિનારે એક શિવ મંદિર http://bansinaad.wordpress.com/2008/04/10/shiv-mandir/ http://bansinaad.wordpress.com/2008/04/10/shiv-mandir/#comments Thu, 10 Apr 2008 06:12:16 +0000 bansinaad http://bansinaad.wordpress.com/2007/01/28/shiv-mandir/

નદી કિનારે એક શિવ મંદિર

રાંદેર માં આવેલું તાપી નદી ને કિનારે એક શિવ મંદિર. ઉનાળાની રજાં પડતાં જ અમારી સવારી રાંદેર આવી પહોંચતી. ત્યાં મારું મુખ્ય આકર્ષણ આ મંદિરે જવાનું  રહેતું પગપાળા અમે બધાં ઘરે થી જવાં નીકળતાં. ચાલવાનો આનંદ કંઈક અનેરો જ હતો. નાનપણથી જ ગામડાં ના જીવનમાં બહુ રસ ધરાવતો એટ્લે આવતાં જતાં તમામ બળદગાડાં ગણતો, ઘરોની રચનાઓનું બારીકાઈ થી નીરીક્ષણ કરતો, અને મંદિરે જતાં જતા ગલ્લાં પર બેસી ચહા પીવાનો અપ્રતિમ આનંદ માણતો. સાથે સાથે સેવ-ગાઠિયા અને નાન-ખટાઈ પણ ખરી જ. જહાંગીરપુરા ગયાં પછી જમણી બાજુ એ વળતાં ત્યારે કોઈ કોઈ વાર તાપી નદીના સુંદર દર્શન થતાં. મંદિરે દર્શન કરીને નજીકમાં આવેલી પાંચ પાંડવોની ગુફા કે (નાના મંદિરો - બરાબર યાદ નથી)જોતાં. ત્યાર બાદ નદીને ઓવારે જઈ બેસતો અને સુંદર નદી ના દર્શન મનભરીને કરતો. સમી સાંજનું રમણિય દ્રશ્ય, નદીમાં આગળ વધતી હોડીઓ, કુદકાં મારતાં નાનાં ભુલકાઓ, આજુબાજુંમા ઉગેલાં સુંદર ફૂલો, અને મહાદેવનું સુંદર મંદિર  આ બધું જોતાં જોતાં મને એવી પ્રતીતિ થતી કે જાણે દુનિયાની બધી જ સુંદરતાં ઝરણું બની મારી જીવન ની તૃષા છીપાવી રહી છે….અહીં અમેરિકા આવી ને એવી જ કોઈ સાત્વિક સુંદરતાની શોધમાં છું….કૃત્રિમ નહિ.

]]>
http://bansinaad.wordpress.com/2008/04/10/shiv-mandir/feed/ bansinaad
પ્રીતમ લખલાણીનુ એક કાવ્ય: શિષ્ટાચાર http://bansinaad.wordpress.com/2008/04/10/pritam-shishtachaar/ http://bansinaad.wordpress.com/2008/04/10/pritam-shishtachaar/#comments Thu, 10 Apr 2008 05:03:56 +0000 bansinaad http://bansinaad.wordpress.com/2007/01/28/pritam-shishtachaar/

પ્રીતમ લખલાણીનુ એક કાવ્ય:

અચાનક
ક્યારેક્
કોઈ સવારે
બારીએ ડોકાતાં
અમે બે પડોશી
એકમેકને અમસ્તું જ
પૂછી બેસીએ છીએ:
“કેમ છો?”
ત્યારે વરસોથી
બે ફળિયા વચ્ચે
અંકાઈ ગયેલ થોરની વાડમાં
તે ક્ષણે
સંબંધનું એક ગુલાબ મહેંકી ઊઠે છે.

‘દમક’ માંથી, પૃ. ૬૪

સહિયારું સર્જન પર ‘કેમ છો?’  વિષય પર બીજી રચનાઓ વાંચવાનું ભુલશો નહિ.

]]>
http://bansinaad.wordpress.com/2008/04/10/pritam-shishtachaar/feed/ bansinaad
વિચારગંગા http://bansinaad.wordpress.com/2008/04/07/vichar-ganga/ http://bansinaad.wordpress.com/2008/04/07/vichar-ganga/#comments Mon, 07 Apr 2008 18:35:18 +0000 bansinaad http://bansinaad.wordpress.com/2007/05/06/vichar-ganga/

વસંત ગાન
રમણીય વિહાર
પ્રેમ સમય 
 
મનભાવન
રૂડી વસંત ગમે
રંગે રંગાવે

ગગનમાં નીરખું છું ચંદ્રને, પામું છું શીતળ અનુભૂતિ
મનનમાં ઓળખું છું ચંદ્રને, પામું છું પ્રેમની અનુમતિ
ચમનમાં જોઉં છું ચંદ્રને, ગુમાવું છું સંયમની મનોગતિ
અમનમાં ધારું છું ચંદ્રને, પામું છું  શાંતિની લહેરખી

માનવ પણ પોતાનુ સંકુચિતપણું છોડી મનની વિશાળતાને વધારી મૈત્રીભાવને વિસ્તારી વૈશ્વિક બનાવે, તો કદાચ ‘વેર, ઝેર, રાગ, અને દ્વેશ’ જેવાં શબ્દો કાયમ માટે શબ્દકોશમાંથી નીકળી જાય. જરૂર છે ‘વૈશ્વિક મૈત્રીભાવ’ ની. સાચે જ ઘણી વખત એવું લાગે છે કે જીવનનાં અસ્તિત્વ વિષે સમજવાં કદાચ અગણિત જન્મારાઓ લેવા પડશે. ‘માનવમન’,  ‘માનવ’ અને ‘પ્રેમ’ આ બધાં ને સમજવાં આ એક જન્મારો કેવી રીતે ચાલે?  ‘લાગણી’ વગરની બુદ્ધિ માનવ-જીવનને મૈત્રીવિહિન બનાવી શકે છે. ‘બુદ્ધિ’ અને ‘લાગણી’ ના સમન્વયથી ‘વૈશ્વિક મૈત્રીભાવ’ વધી  શકે અને જીવન મીઠું મધૂરૂં બની શકે.

પ્રીતમ લખલાણી ના એક કાવ્ય ‘અધૂરી કથા’ માં થી લખું છું:

મારા વિચારોની અલમારીમાં
ક્યારેક તું
વાંચ્યા વગરની
ધૂળ ખાતી નવલકથા સમી
આંખમાં ચઢે છે

]]>
http://bansinaad.wordpress.com/2008/04/07/vichar-ganga/feed/ bansinaad
ઈચ્છા-ઉલ્લાસ http://bansinaad.wordpress.com/2008/04/07/iccha-ullaas/ http://bansinaad.wordpress.com/2008/04/07/iccha-ullaas/#comments Mon, 07 Apr 2008 03:31:40 +0000 bansinaad http://bansinaad.wordpress.com/2007/04/27/iccha-ullaas/

ચંચળ મન બને છે મુકત ઈચ્છાનો સ્ત્રોત
મધુર તન અર્પે છે સંચિત ઈચ્છાને સ્થાન
હું નહિ માંગુ ઈચ્છા-મુક્તિ એ જ મારો ઉલ્લાસ
જીવનભર નો મળે પ્રેમ એ ઈચ્છાને સથવારે

]]>
http://bansinaad.wordpress.com/2008/04/07/iccha-ullaas/feed/ bansinaad