Posted by: જય ભટ્ટ | Saturday, October 31, 2009

મારે માટે આનંદ એટલે શું?

મારે માટે આનંદ એટલે શું?

દરેક ક્ષણને કોઈ પણ પરિસ્થિતિમાં પુરેપુરી રીતે આનંદપૂર્વક અને હળવાશથી માણવી પછી ભલે એ ક્ષણ મુશ્કેલમાં મુશ્કેલ અનુભવ લઈને આવી હોય. એ સમયે કપરી પરિસ્થિતિનો પ્રસન્નતાપૂર્વક સામનો કરી કોઈ પણ ફરિયાદ વગર હૃદયપૂર્વક એને મિત્ર બનાવી આત્મસાત કરવી એ એક પરમસુખની ક્ષણ.

આનંદ અને સુખ સાહજિક બને.. એને મેળવવા માટે પ્રયત્ન જ કરવો ન પડે ત્યારે એ ક્ષણ કાયમ માટે  ઉલ્લાસ આપનારી બની જાય છે. નદીકિનારે બેઠાં બેઠાં પાણીને લહેરોને આગળ વધતી જોવી, એને માણવી, મિત્ર સાથે ખુલ્લા દિલે વાત કરતાં કરતાં, આકાશમાં આગળ વધતાં મુલાયમ વાદળોને જોતાં જોતાં, આગળ વધતી એ પળને આત્મસાત કરવી એ એક પરમસુખની ક્ષણ.

ધસમસતી દોડી જતી ટ્રેનમાં બારી પાસે બેઠાં બેઠાં સમાંતરે ઉંધી દિશામાં દોડતાં વૃક્ષોને નિહાળતાં નિહાળતાં, કોઈ સ્ટેશન આવતાં ગરમ ફુદીના વાળી ચા પીતાં પીતાં, કે પછી કોઈ વૃદ્ધ વ્યક્તિને બેગ ઉતારવામાં આનંદપૂર્વક કોઈ પણ અપેક્ષા વગર મદદ કરતાં કરતાં, આગળ વધતી એ પળને આત્મસાત કરવી એ એક પરમસુખની ક્ષણ.

ચાલતાં ચાલતાં પક્ષીઓનો કલરવ સાંભળતા સાંભળતા, રસ્તામાં મળતાં મિત્રો અને અજાણી વ્યક્તિઓનું અભિવાદન કરતાં કરતાં,  સુંદર રમણીય ફૂલોની મીઠાશને હૃદયમાં અંકિત કરતી આગળ વધતી એ પળને આત્મસાત કરવી એ એક પરમસુખની ક્ષણ.


Responses

  1. It looks like you LOVE nature. so do I.

  2. Awesome …!!

  3. It reflects that you live in current time and in normal way, which is diminishing day by day in our modern life.

  4. જયભાઇ, એક વર્ષ પહેલાં તમે ઊર્મિસાગર વેબસાઇટ પર મારી દિવ્યભાસ્કરની વાર્તાઓ વિશે લખેલું તે આજે મારા જોવમાં આવ્યું. એકવાર કોમેંટ મુકી દીધી એટલે પછી એમાં જોવાપણું હોય નહીં ને !! તમારા નામ પર ક્લીક કરતાં તમારી સાઇટ જોઇ. તમારી અંદર એક લેખક અને કવિ છુપાયેલો છે. બસ આમ જ લખતાં રહેશો. એ એની પૂરી કળા સાથે પ્રગટ થશે. તમારી લગભગ બધી પોસ્ટ વાંચી. એનાથી તમારા વ્યક્તિત્વનો, તમારી અંદરની સુંદરતાનો અનુભવ થયો. દુનિયા આવા મજાના માનવીઓથી જ સુંદર છે.
    મારો બ્લોગ તો હવે તમને મળશે જ. એમાં મારી કોલમની ઘણી વાર્તાઓ અને બીજું પણ.. ચાલો સંપર્કમાં રહીશું..
    લતા હિરાણી
    http//readsetu.wordpress.com


Leave a response

Your response:

Categories