Posted by: જય ભટ્ટ | Saturday, September 19, 2009

પુસ્તકાલયના અનુભવો: પ્રમાણિક નાગરિકો

પુસ્તકાલયના અનુભવો: પ્રમાણિક નાગરિકો

એક બે દિવસ પર એક આધેડ વયની યુવતી મારી ડેસ્ક પર એનો લાયબ્રેરી કાર્ડ લઇને આવી. કાર્ડનો ઉપયોગ ખૂબ થયો હોવાથી એના કાર્ડ પરના આંકડા વાંચી શકાતા ન હતા. પુસ્તકાલયના કમ્પ્યુટર પર જઈ રીસર્ચ કરવા માટે આ આંકડાઓ ખુબ અગત્યના હતા, મેં અને નવો કાર્ડ કરાવવા માટે જણાવ્યું. નવો કાર્ડ લેવા માટે ત્રણ ડોલરની કિંમત એણે આપવાની હતી. થોડી વાત કરતા જાણવા મળ્યું કે એણે થોડાં દિવસ પહેલાં જ નોકરી ગુમાવી હતી. નવા જોબની શોધ માટે કમ્પ્યુટરની ખાસ જરૂર હતી એટલે નવો કાર્ડ તો કરાવ્યો પણ પ્રિન્ટ કરેલાં પાના લેવા માટે એની પાસે બીજા પૈસા રહ્યાં ન હતા. જોબ શોધવા માટેની વેબ સાઈટ પણ મેં એને બતાવી. એણે પ્રિન્ટ કરેલાં પેપર લઇ જવા પરવાનગી આપી. ચાર ડોલર મારે એની પાસે લેવાના હતાં. જતાં પહેલાં મને કહી ગઈ કે બે દિવસ પછી ચાર ડોલર આપી જશે. આજે જ્યારે હું ફરી મારી ડેસ્ક પર આવ્યો ત્યારે મારી રાહ જોતી એ ઊભી હતી. હસતાં હસતાં ચાર ડોલર મને આપ્યાં. મેં એનો આભાર માનતા માનતા ખાનામાં ચાર ડોલરને જમા કર્યાં. આવાં તો અનેક કિસ્સાઓ બન્યાં છે જ્યાં પુરેપુરી નિષ્ઠાથી લોકો કોઇપણ જાતનો વિવાદ કર્યા વગર પાસા ચૂકતે કરી જાય છે. પુસ્તક પાછું આપવામાં જ્યારે વિલંબ થાય છે ત્યારે એ વ્યક્તિએ મામુલી દંડ ચૂકવવો પડે છે. ત્યારે પણ એ વ્યક્તિ મહદ અંશે તરત જ એ દંડ ચૂકવી દેશે. પોતાના બાળકોને પણ પ્રમાણિકતાથી વર્તણુંક કરવા પ્રેરે છે તે પણ મેં નજરે જોયું છે મારી લાયબ્રેરીની ડેસ્ક પરથી.


Responses

  1. This is the quality most of the American has.
    I can write lots of incidents about their honesty.
    Please visit
    http://www.pravinash.wordpress.com

  2. યેસ્સ, પ્રમાણિકતાના ગુણધર્મની ખોટ પૂરવા માટે આપણે ભારતીયો થોડા (?) આળશુ ખરા!


Leave a response

Your response:

Categories