Posted by: bansinaad | Sunday, September 6, 2009

નામકરણ

તમારું નામ શું?
એ પહેલાં પ્રસંગે તમારું નામ બોલતાં તમને કષ્ટ પડ્યું.
તમે સહજ  થોભ્યા. સહેજ ક્ષોભ પામ્યા.
નામ ઉચ્ચાર્યું. મેં ફરીથી ધીરેથી ને લાગણી સાથે એ તમારી આગળ ઉચ્ચાર્યું.
તમે સ્મિત કર્યું. હવે આપણે કાયમ માટે મિત્રો બન્યા.

સ્ત્રોત: ફાધર વાલેસ, નામકરણ, ફાધર વાલેસ લેખ સંચય-૪ ધર્મ, પૃ. ૧૪૫


Leave a response

Your response:

Categories