Posted by: જય ભટ્ટ | Saturday, August 29, 2009

સ્નેહની પરિભાષા

આગળ આગળ ચાલુ છું, સમયનો પીછો કરું છું. વ્યવહારિક બાબતોને ભૂલવાનો પ્રયત્ન કરું છું, પણ વાસ્તવિકતાના દરિયામાં ખોવાઈ જતો લાગુ છું. સ્નેહ અને પ્રેમભરી ઘટનાઓ
કોઈવાર અનુભવું છું ત્યારે માનવતાને કોઈ વાર જીવતદાન મળતું નિહાળું છું.
પુસ્તકાલયમાં શાળામાં ભણતો  વિદ્યાર્થી કોઈ પ્રૌઢને કમ્પ્યુટર પર મધુપ્રમેહ વિષે માહિતી મેળવતા શીખવાડતો જોઉં છું ત્યારે એ પ્રૌઢની આંખોમાં ઉભરતો વ્હાલનો વરસાદ જોઈ શકું છું.  સ્વયંસેવકો કોઈ પણ જાતની અપેક્ષા વગર પોતાના જીવની પરવા કર્યા વિના પુરમાં ફસાયેલા લોકોને બચાવતા જોઈ
પ્રેમનાં અમીઝરણાને  વિસ્તરતું જોઈ શકું છું. હર એક દિલમાં પ્રેમની પરિભાષા છુપાયેલી છે જે જુદાં જુદાં સ્વરૂપે પ્રગટ થતી કોઈ વાર જોઉં છું ત્યારે મન આનંદના મહાસાગરમાં ડૂબકી મારે છે.


Responses

  1. સુંદર રજુઆત
    આવું આગવુ આપતા રહેશો.
    અભિનંદન

  2. માનવતાને કોઈ વાર જીવતદાન મળતું નિહાળું છું.

    v.true… !!
    it reminds us , yees, still we are b/w humans.


Leave a response

Your response:

Categories