Posted by: bansinaad | Saturday, June 20, 2009

પ્રશ્નોની દુનિયામાં

પ્રશ્નોની દુનિયામાં

આજે મારા પુસ્તકાલયની ખુરશી પર બેઠાં બેઠાં વિચાર આવ્યો કે વિવિધ સંજોગોમાં ઉદ્ભવતાં સવાલોની એક યાદી બનાવું.

એ સવાલો  દ્વારા કંઈક વિચાર-વિમર્શ કરી જીવનની વાસ્તવિકતાને સમજવાનો પ્રયત્ન કરીએ.

જુદા જુદા સમાજો બનાવીને (દા.ત. બ્રાહ્મણ સમાજ, ગુજરાતી સમાજ, મરાઠી મંડળ વગેરે) કોઈપણ દેશ એક ‘અખંડ સમાજ બનીને રહી શકે ખરો?

આપણાં દેશમાં પુસ્તકાલયો કેમ વધારી શકાતાં નથી? અહીંના પુસ્તકાલયોમાં જ્યારે આબાલવ્રુદ્ધ બધાંને કંઈ ને કંઈ માહિતિ મેળવતા નિહાળું છું ત્યારે એક ખેદ જરૂર અનુભવું છું કે આપણે સાથે જાણકારી મેળવવાની એક સુંદર તક ગુમાવી રહ્યા છીએ.

ઝી ગુજરાતી ચેનલ બંધ થવા બદલ કોણ જવાબદાર?

જીવનમાં બાળકોને સંવેદનશીલ બનાવવા જરૂરી છે ખરા?


Responses

  1. Indeed, thoughful reflections.


Leave a response

Your response:

Categories