Posted by: bansinaad | Saturday, May 9, 2009

સંબંધોની મીઠાશ

સંબંધોની મીઠાશ મીઠાં સંબંધોનું ભાવ-વિશ્વ ક્યારે અને કેવી રીતે પ્રગટ થવાં માંડે છે તે ઘણી વખત આપણી સનજણની બહાર હોય છે. મીત્રતા ક્યારે બની, ક્યારે ગાઢ બની, કેવી રીતે બની અને એક સુંદર સંબંધમા કઈ રીતે પરિણમી એની સમજણ અચાનક જ આવી જાય છે. અચાનક કોઇ એક ક્ષણે કોઈની સાથે મળવું, વાતો શરૂં થવી અને એકબીજાં ને ગમતાં વિષયો પર વિચાર વિમર્શ થવો, ધીમે ધીમે અરસ પરસ સલાહોની આપ-લે થવી અને આ રીતે એક મીઠો સંબંધ બનવાની શરૂઆત થાય છે. જેમ જેમ મૈત્રી વધે છે, નિખાલસતા વધે છે, અને સાથે સાથે જુદાં જુદાં વિષયો પરનું જ્ઞાન પણ વધે છે. વિપરીત પરિસ્થિતિમાં તરત જ મિત્રને સહાયરૂપ બનવું અને મદદ કરવાં દોડી જવું અને તેથી જ સંબંધ અને મૈત્રી વધુને વધુ ગાઢ બનતી જાય છે, સંવેદનશીલ બનતી જાય છે. અરસ પરસના હિત ચિંતક બનવાને લીધે દુનિયાની દરેક વ્યક્તિને યથાશક્ય કેમ સહાયરૂપ થવું તેવો ભાવ પણ વધતો જાય છે. નિરંજન ભગતની રચના ‘કૃતજ્ઞતાને ઊજવી રહ્યો’ માં રહેલો મૈત્રીભાવ “મિત્રોએ જિવાડ્યો એથી તો આટલું જીવ્યો, આજે મિત્રોને ને એમની મૈત્રીને, મારી કૃતજ્ઞતાને ઊજવી રહ્યો.” સાર્થક થતો જણાય છે.


Responses

  1. જીવનરૂપી બાગમાં મિત્ર એ સુંદર ફૂલ છે ..!

  2. સંબંધો ની મીઠાશ સાચવવી હોય તો સંબંધ માં સ્વાર્થી બનો..

    તમારાં મિત્ર ને કોઈ કાંઇ કહી જાય એ ન ચલાવી લ્યો…અને મિત્ર ની સાથે હંમેશ રહો..

    દુખ માં દૂર ન થઈ જાઓ..

    મિત્રતા નિભાવો અથવા તોડી નાખો..વચ્ચે ની મિત્રતા કોઈ સાથે ન રાખો..એનાથી બહુ દુખ થાય છે..

  3. ઇશ્વરે માબાપ પસંદ કરવા નથી દેતો એ ભુલ એણે દોસ્ત પસંદ કરવાની સ્વતંત્રતા આપી ને સુધારી લીધી છે


Leave a response

Your response:

Categories