Posted by: જય ભટ્ટ | Saturday, April 11, 2009
હિમાલયને ગિરિરાજ અને તીર્થરાજ કેમ કહેવાય છે?
હરિશ ત્રિવેદી લિખિત ‘ઉત્તરાખંડ: પ્રકૄતિથી પ્રભુ..’ પુસ્તકમાંથી સાભારઃ
હિમાલયને ગિરિરાજ અને તીર્થરાજ કેમ કહેવાય છે?
“સારી દુનિયામાં વિશા અને ઊંચો છે માટે તેને ગિરિરાજ કહેવાય છે પરંતુ તીર્થરાજ શા માટે?
હિમાલય એટલે શિવની અર્ધાંગિની પાર્વતીના પિતા. શિવજી અને વિષ્ણુના નિવાસ હિમાલયમાં છે. શિવજી અને પાર્વતીના લગ્ન અહિયા થયા.
નર અને નારાયણે અહીંયા જ તપ કર્યું. કુંતી પુત્ર કર્ણે તપ કરી સૂર્ય પાસેથી અભેદ્ય કવચ અહીંયા મેળવ્યું. નારદે તપ કરી સર્વજ્ઞ પદ અહીંય મેળવ્યું.
મહિષાસુર મર્દિનીનું પ્રાગટ્ પણ અહીંયા જ થયું. પાંડવોનો જન્મ અને મુક્તિ અહીંયા જ થયા. દેવોના સેનાપતિ કાર્તિકેયનો જન્મ પણ અહીં જ થયો. આદ્યગુરૂ શંકરાચાર્યે સર્વજ્ઞપદ અહીં જ મેળવ્યું. અર્જુને શિવજી પાસેથી પાશુપતાશાસ્ત્ર અહીં મેળવ્યું. ગરૂડે પ્રભુનું વાહન બનવા અહીં સાધના કરી.
આ બધા ઉપરાંત ગિરિરાજને તીર્થરાજની સંજ્ઞા પ્રાપ્ત થઈ તે ગંગામૈયાના અવતરણ અંગે. તે અવતરણ અહીંયા જ થયું. આ ગંગા હિમાલયમાં ઉતરી જ ન હોત તો આ હિમાલયને તોડવાની કોઈની તાકાત હતી? અને ઋષિમુનિઓ માટે કોણ માર્ગ કરી આપત ! ગંગામાં આપણું જીવન, સંસ્કૄતિ અને ધર્મ બધું જ સમાયેલું છે. આ પુણ્યભૂમિ છે. અને અત્યારે પણ સાધુ-સંતોની આ જ ભૂમિ છે. …યાત્રાનો ભાવ હોય છે. ભાવ તેવો ભગવાન. શ્રદ્ધાવાન તો પત્થરમાં શિવલીંગ અને ઝરણે ઝરણે ગંગા જુએ છે. …ભારતવર્ષમાં અધ્યાત્મનો ધ્વજ હજુ અણનમ રહ્યો છે તેનું કારણ આ તીર્થરાજ અને ખોળે વહેતી ગંગા પણ છે. અધ્યાત્મ અને પૂણ્યભૂમિનો વારસો આ ગિરિરાજમાં છે.”
‘ઉત્તરાખંડ: પ્રકૄતિથી પ્રભુ..’ , હરિશ ત્રિવેદી, પૄ. ૨૦૫.
(તૃતિય પારિતોષિક પુરસ્કૃત પુસ્તક – (ગુજરાત સાહિત્ય અકાદેમી – વર્ષ ૨૦૦૦)
ભારતવર્ષમાં અધ્યાત્મનો ધ્વજ હજુ અણનમ રહ્યો છે તેનું કારણ આ તીર્થરાજ અને ખોળે વહેતી ગંગા પણ છે.
Nice.
By: પંચમ શુક્લ on Sunday, June 21, 2009
at 11:18 p