Posted by: bansinaad | Wednesday, March 18, 2009

ડો . કિશોર મોદીની એક રચનાઃ વસંતની

વસંતની

હર પળ હવે ગુલાબી છે ઈચ્છા વસંતની,
હર શ્વાસમાં સુહાય છે ઘટના વસંતની.

તું પાનખરને મૌનનું કારણ પૂછીશ મા,
હર પાંદ પાંદ સ્પર્શી છે લજ્જા વસંતની.

શર્મિલા સ્મિત ફૂલ જેવાં રૂપમય મળે,
હર આંખમાં નીખરતી જો આભા વસંતની.

એ ઓઢણી સુગંધથી મઘમઘતી માણી લે,
હર મંજરી ને તું વળી તનયા વસંતની.

ગુનગુન, કૂજન, પવન મહીં મર્મરની આરજૂ,
હર બાગમાં મોરી ગઈ ૠચા વસંતની.

રૂપેરી યાદની પરબ લઈ સાંજ આવી છે,
હર કોઈ મોજથી પીઓ સુધા વસંતની.

સ્ત્રોતઃ કિશોર મોદી, ‘ફ્લાવરવાઝઃ અમેરિકામાં વસતા કવિઓની કવિતાનો સંચય’, સંપાદનઃ પ્રીતમ લખલાણી, પૃ. ૬૬


Leave a response

Your response:

Categories