Posted by: bansinaad | Wednesday, March 11, 2009

બૌદ્ધ પ્રાર્થના

અગિયારમી સદીમાં તિબેટમાં એક મહાન બૌદ્ધ સાધુ થઈ ગયો. દલાઈ લામા રોજ જ એ સાધુએ રચેલી પ્રાર્થનાનો પાઠ કરતા હોય છે.
પ્રાર્થનાનું  શીર્ષક છેઃ ‘ધ એઈટ વર્સીસ ઓન  ટ્રેનિંગ ઓફ ધ માઇન્ડ’. પ્રાર્થનાની થોડીક પંક્તિઓઃ

જ્યારે પણ હું
કોઇના સંપર્કમાં આવું ત્યારે
મારી જાતને અલ્પ ગણું અને
હ્રદયના ઊંડા ભાવ સાથે
એ બીજા માણસને મહાન ગણું
જ્યારે હિંસા અને પાપાચારથી ભરેલા
લુચ્ચા જીવોને હું મળું ત્યારે જાણે કોઈ
મૂલ્યવાન ખજાનો મળ્યો હોય, એમ એમને વહાલા ગણું.
કોઈ મને ઇર્ષ્યાને કારણે ગાળો ભાંડે કે
અપમાનિત કરે ત્યારે હું હાર સ્વીકારી લઉં અને
અન્યને વિજય અર્પણ કરી દઉં.
હું સૌ જીવોને લાભ અને સુખની લહાણી કરું
અને કોઈ ન જાણે તેમ
સૌ જીવોની ઇજા અને યાતના હું મારી જાત પર લઈ લઉં !

સાભારઃ ગુણવંત શાહ, ચંદરવો,  વિચારોના વૃંદાવનમાં,  દિવ્ય-ભાસ્કર શુક્રવાર જાન્યુઆરી ૧૦, ૨૦૦૯


Leave a response

Your response:

Categories