Posted by: જય ભટ્ટ | Saturday, March 7, 2009

સખી આપણો તે કેવો સહજ સંગમ

બાલમુકુંદ દવેની એક રચના

સખી આપણો તે કેવો સહજ સંગમ
ઊડતાં ઊડતાં વડલાડાળે – આવી મળે જેમ કોઈ વિહંગમ,
એમ મળ્યાં ઉર બે અણજાણઃ વાર ન લાગી વહાલને જાગતાં,
જુગજુગની જાણે પૂરવપિછાણ. પાંખને ગૂંથી પાંખમાં ભેળી

રાગની પ્યાલી રાગમાં રેડી, આપણે ગીતની બંસરી છેડી.
રોજ પ્રભાતે ઊડતાં આઘાં, સાંજરે વીણી વળતાં પાછાં,
તરણાં, પીછાં, રેશમી ધાગા; શોધી ઘટાળી ચરી ડાળો,
મશરૂથીયે સાવ સુંવાળો, આપણે જતને રચિયો માળો.

સાભારઃ હયાતીના હસ્તાક્ષર, સુરેશ દલાલ, દિવ્ય-ભાસ્કર, જાન્યુઆરી ૩૦, પૃ. C6


Leave a response

Your response:

Categories