Posted by: જય ભટ્ટ | Saturday, February 28, 2009
લાગણીમય ‘રોબોટ’
લાગણીમય ‘રોબોટ’
દૂર દૂર જતી સડક પર ચાલું છું.
સાંજને સમયે સંધ્યાની સુંદરતાને નિહાળું છું.
રસ્તાની બન્ને બાજુએ ઉગેલા નાના છોડવાઓ મારો સાથ આપી રહ્યા છે.
આવતા જતા વૃક્ષોના થડ પરથી દોડી જતી ખિસકોલીઓમાં
જીવનના તરવરાટનો અહેસાસ થાય છે.
રંગબેરંગી સુવાસિત ફૂલો સુંદર કાર્યો દ્વારા જીવનને
મઘમઘતું બનાવવાની પ્રેરણા આપતાં જણાય છે.
એ વખતે એક યાંત્રિક રોબોટ ‘जब कोई बात बिगड जाए जब कोई मुश्किल पड जाए तुम ‘लेना’ साथ मेरा ओ हमनवाब’
ગાતું ગાતું મારી પાસેથી પસાર થાય છે.