Posted by: જય ભટ્ટ | Sunday, January 18, 2009

મંદબુદ્ધિ – જીવન કે અભિશાપ?

મંદબુદ્ધિ – જીવન કે અભિશાપ?

આજે લાયબ્રેરીમાં એક જુદો જ અનુભવ થયો. દરરોજના સમય પ્રમાણે સાંજે છ વાગ્યે હું મારી લાયબ્રેરીએ પંહોચ્યો. દસેક મિનિટ થઈ હશે ત્યાંજ બાળકોના વિભાગમાંથી ફોન આવ્યો કે મારે જલ્દી ત્યાં જવુ પડશે.  એક ૧૫-૧૬ વર્ષની વયનો માનસિક રીતે અસ્વસ્થ અને અત્યંત મંદ બુદ્ધિવાળો વિદ્યાર્થી તોફાને ચઢ્યો હતો.  એની સાથે આવેલી અને એની સંભાળ રાખનારી સ્ત્રી અતિશય ગભરાયેલી જણાતી હતી. મારી નજર સામે પુસ્તકો અને DVD ધડાધડ ફેંકવામાં આવી રહ્યા હતાં.  બધાં જ બહુ ગભરાઈ ગયાં હતાં. શું કરવું એની મથામણમાં સૌ કોઈ પડ્યાં હતાં. કોઈનાથી પણ  એ વિદ્યાર્થી તોફાન  બંધ કરવાનું નામ લેતો ન હતો. કદાચ એને જે DVD જોઇતી હતી તે ન મળવાથી એ તોફાને ચઢ્યો હતો. આ બધું લગભગ વીસેક મિનિટ ચાલ્યું. મેં એનું ધ્યાન નવી નવી DVD બતાવીને ત્યાં કેન્દ્રિત કરવાનો પ્રયત્ન કર્યો પોલીસને બોલાવી એને એના રહેઠાણે મોકલી દેવો એવું નક્કી કરવામાં આવ્યું.

મારું મન વિચારે ચઢ્યું. જીવનમાં આવતાં અવરોધોથી આપણે ડરી જઇએ છીએ. પણ જ્યારે આવાં અસંખ્ય મંદ બુદ્ધિવાળાં લોકોનો વિચાર કરૂ છું ત્યારે એમ થાય છે કે ઈશ્વરે એમને શા માટે એવાં બનાવ્યાં? એમનો શું વાંક?  મંદબુદ્ધિરૂપિ અવરોધનો એમને કશો ડર નથી કારણકે એમના સમજની બહારની વસ્તુ છે. એમને માટે આપણે શું કરી શકીએ? ખરેખર, એમનું ધ્યાન રાખનારાં, અને એમને નાની નાની વસ્તુ શિખવાડનારાં (જાતે ખાતાં શિખવાડવું કે પછી થોડાં શબ્દો બોલતાં શિખવાડવું) સૌ કોઈ પ્રશંસા ને પાત્ર છે. સમાજમાં એમની સરાહના અને યોગ્ય કદર થશે ત્યારે આનંદની એક લહેરખી મારા હ્રદયમાં સ્થાન મેળવતી દેખાશે.


Leave a response

Your response:

Categories