Posted by: bansinaad | Thursday, January 15, 2009

મારા ગામની એક શેરી

મારા ગામની એક શેરી

નાનાં હતાં ત્યારે શેરીઓ માં ખુબ રમતાં તો કોઈ વાર ઝઘડતાં પણ ખરાં. ક્રીકેટ હોય કે પછી કોઈ પણ રમત, પ્રિય શેરી નો સાથ કેવી રીતે ભૂલાય? કોલેજેથી આવીને મિત્રો સાથે ચાલવાં ના બહાને પણ શેરી ની એક વાર તો મુલાકાત લેવાનું ભૂલતા નહિ અને સાથે સાથે રંગીન સાંજ ની મજા - એ બધું યાદ કરીને ભર યુવાની ના દિવસો ના સ્મરણો ને તાજા કરવાં એ પણ એક લ્હાવો છે. કેમ ખરૂં ને? દુનિયાભરનાં સમાચારો, અફવાઓ, પ્રેમકહાણીની મીઠી વાતો કે પછી રાજકારણની વાતો – શેરી થી કશું જ છૂપું નથી; સનાતન સાક્ષી બની ને એ શેરી મારાં મીઠાં સંભારણા બની ગઈ છે.

અઝીઝ ટંકારવી ની ‘ગઝલ ના મેઘધનુષ’ માં થી ‘શેરી’ ના વિષય પર થોડા શેરો રજું કરું છું.

આ ટળવળતા દિલ ને જરાં હામ આપો,
તમારી ગલીનું પછી નામ આપો.

લઈ શોધ મારી જયારે જગત નીક્ળ્યું હશે,
તારી ગલીમાં મારૂં પગેરું મળ્યું હશે.

જાતરા હોય છે તારી શેરી જવું,
અન્યથા ચાલવું માત્ર થાકવું.

એક શરતે ગુમ થવાં તૈયાર છું,
અ ગલીમાં કોઈ સંતાડે મને.

તારાં દર્શનની હોય છે ઈચ્છા,
અમથો ક્યારે ગલીમાં આવું છું.

દરરોજ ડૂબે એમની શેરી સુવાસમાં
દરરોજ ત્યાં ભરાય છે મેળો ગુલાબનો.


Responses

  1. smitni sherima boom me to padi
    tame lambaavyo haath
    ne lachi padyu
    leelachhamm tahukanu van

    kadach tagoreni panktio chhe


Leave a response

Your response:

Categories