Posted by: bansinaad | Monday, August 11, 2008

બધાના રૂપમાં…..ગુજરાત સેંટરની વેબ સાઈટ પરથી એક રચના

ગુજરાત સેંટરની વેબ સાઈટ પરથી એક સુંદર ગઝલ:
આ વેબ સાઈટના સંચાલકોને દરેક રચનાના કવિ કે લેખકોના નામ લખવાની નમ્ર વિનંતી: :

બધાના રૂપમાં….. 
  
 હું ભલે જોઉં તને અહીંયા બધાના રૂપમાં,
તું મને જોજે નહીં કિન્તુ બીજાના રૂપમાં.
 
બે અનુભવ છે પ્રણયની ભાવનાના રૂપમાં,
એક દરદના રૂપમાં ને એક દવાના રૂપમાં.
 
દુર્દશાની પણ મજા લઉં છું નશાના રૂપમાં,
વાસ્તવિકતા ભોગવું છું કલ્પનાના રૂપમાં.
 
કંઇ નથી આકાર એને તોય પૂજે છે બધા,
કોણ જાણે શું હશે એવું ખુદાના રૂપમાં ?
 
હું તો પરવાના રૂપે એ ઠારવા દોડ્યો હતો,
આપ ખુદ જલતાં હતાં એ તો શમાના રૂપમાં.
 
હું ય શ્ર્વાસે શ્ર્વાસમાં એને વસાવું છું હવે,
સાથ આપે છે હવે એ પણ હવાના રૂપમાં.
 
અન્ય રીતે આ જગતમાં શક્ય નહોતું એટલે,
મેં ખુદા સાથે કરી વાતો દુઆના રૂપમાં.
 
હું પછી બેફામ આંખો ના મીચું તો શું કરું ?
જિન્દગાનીને જ મેં જોઇ કઝાના રૂપમાં.

વાંચો: ગુજરાત સેંટરની વેબ સાઈટ પર

અનામી:

આ રચનાના ગઝલકાર કોણ છે? જરૂરથી જણાવશો.


Responses

  1. હું પછી બેફામ આંખો ના મીચું તો શું કરું ?
    જિન્દગાનીને જ મેં જોઇ કઝાના રૂપમાં.

    મક્તા પરથી કહી શકાય કે શાયર ‘બેફામ’ છે.


Leave a response

Your response:

Categories