Posted by: bansinaad | Tuesday, July 8, 2008
અનિલ પરીખ લિખિત બે લઘુકાવ્યો: ‘સાંભળો છો કે?’ અને ‘નજર નો ફેર ‘
અનિલ પરીખ લિખિત બે લઘુકાવ્યો: ‘સાંભળો છો કે?’ અને ‘નજર નો ફેર ‘
સાંભળો છો કે?
ગુજરાતના ઘેર ઘેર બોલાતું આ સંબોધન
પતિ-પત્ની એક્મેકને નામ વગર કરે ઉદ્બોધન
કોઈક અજાણ્યું સાવ અચાનક ‘સાંભળો છો કે ?’ પૂછે
મનમાં ભાવ સહજ કેમ પોતિકાનો જન્મે ?
શબ્દો એ ના એ જ છે, પણ કાંઈક બદલાયેલું લાગે
બદલયાના આ સંજોગોમાં શું કામ મીઠાં લાગે ?
નજર નો ફેર
પતંગીયું પુષ્પને ચુમે ને પુષ્પ શરમાઈ જાય
ગોપી કૃષ્ણ સંગ રમે રાસ અને રાધા થઈ જાય
સુર્યમુખી સુર્યને પામવા દીશાઓ બદલતું જાય
માણસની નજર જ કાં એવી કે જોવા જાય ‘ને માર ખાઈ જાય ? !
અનિલ પરીખ, અક્ષરના અક્ષત. પૃ. ૫, ૨૪/૫/૨૦૦૪
DRASHTI EVI SRUSHTI..!
By: chetu on Monday, May 28, 2007
at 4:52 p
સાંભળો છો સરસ કવિતા લઇને આવ્યા છો
By: jayeshupadhyaya on Friday, July 11, 2008
at 9:37 p