Posted by: bansinaad | Sunday, July 6, 2008

વિજયકુમાર દવેની ત્રણ સુંદર રચનાઓ: તું, તારો સાથ, તારો સહવાસ

વિજયકુમાર દવેની ત્રણ સુંદર રચનાઓ

તું, તારો સાથ, તારો સહવાસ

૧.

ઢબૂરી દેતી ટાઢ અને
રેલાઇ રહેલા અંધકાર વચ્ચે
ચાંદની પ્રસરાવતો ચંદ્ર
જાણે
મારા અંધિયારા જીવનમાં
પ્રકાશ અને હૂંફ આપતો સૂર્ય
એટલે
તું.

૨.

ભર વરસાદે પલળવાથી બચવા
એક છાપરા નીચે લીધેલ આશરો
અને
મારા જીવનની તડકી-છાંયડી વચ્ચે
તારા ખભા પર માથુ ઢાળી દેતાંક ને
મળેલ વિસામો
એટલે
તારો સાથ.

૩.

એક અજાણ જંગલમાં
રાહ ભુલેલા પ્રવાસીને
અચાનક મળી આવેલ ભોમિયો
અને
મારા ખભે ખભા મિલાવી
મારા દુ:ખ સુખમાં સહભાગી થવા
ઇશ્વરે લંબાવેલ હાથ
એટલે
તારો સહવાસ.

સાભાર: વિજયકુમાર દવે
વાંચો એમના જ બ્લોગ પર: તું, તારો સાથ, તારો સહવાસ


Responses

  1. સરસ રચનાઓ
    મારા ખભે ખભા મિલાવી
    મારા દુ:ખ સુખમાં સહભાગી થવા
    ઇશ્વરે લંબાવેલ હાથ
    એટલે
    તારો સહવાસ.
    આ પંક્તિ ઘણીજ ગમી


Leave a response

Your response:

Categories